સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટ: બહેનની છેડતી કરનાર યુવકની ગળું દબાવીને હત્યા, ત્રણ ભાઈઓની ધરપકડ

રાજકોટ: બહેનની છેડતી કરનાર યુવકની ગળું દબાવીને હત્યા, ત્રણ ભાઈઓની ધરપકડ

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાંથી ગઈકાલે દુખીશ્યામ મીનીકર નામના યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. રાત્રે બીજી હત્યાની ઘટના સામે આવતાં પ્રદ્યુમન નગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે બાંધકામ સાઇટ પર કામ કરતા શખ્સોએ દુખીશ્યામની ગળું દબાવીને હત્યા કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, દુખીશ્યામે સાઇટ પર કામ કરતી યુવતીની છેડતી કરી હતી અને તેનો હાથ પકડ્યો હતો. આ છેડતી યુવતીના ભાઈ પીંજુ કેવન ભુરીયાએ જોઈ હતી. પીંજુએ આ વાત પોતાના સગા ભાઈ અજિત કેવન ભુરીયા અને કાકાના દીકરા રાજેશ કૈલાસ ભુરીયાને કરી હતી. ત્યાર બાદ ત્રણેયએ સાથે મળીને દુખીશ્યામનો પીછો કરીને દોડાવ્યો હતો અને બાદમાં હત્યા કરી હતી.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર છેડતીની શંકાએ ત્રણેય ભાઈઓએ આજે સવારે દુખીશ્યામને બાંધકામ સાઇટ પર ઉપરના માળે લઈ જઈ માર મારીને ગળું દબાવી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ યુવકની લાશને ફેંકી દઈ સમગ્ર બનાવને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ તપાસમાં ઝંપલાવ્યું હતું. ગુનાનો ભેદ ઉકેલવા માટે ત્રણ શકમંદોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. પોલીસની આકરી પૂછપરછના અંતે આરોપીઓએ હત્યા કરી હોવાની કબૂલાત આપતાં પોલીસે તેમની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

દુખીશ્યામ મીનીકરની રાજકોટના રેલનગર વિસ્તારમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. તેનો મૃતદેહ બાંધકામ સાઇટ પરથી મળી આવ્યો હતો.

મૃતક દુખીશ્યામે સાઇટ પર કામ કરતી એક યુવતીની છેડતી કરી હતી. આ ઘટના યુવતીના ભાઈએ જોઈ લેતા, તેણે તેના ભાઈ અને પિતરાઈ સાથે મળીને દુખીશ્યામની હત્યા કરી.

યુવતીના ભાઈ પીંજુ કેવન ભુરીયા, તેનો સગો ભાઈ અજિત કેવન ભુરીયા અને કાકાનો દીકરો રાજેશ કૈલાસ ભુરીયાની આ હત્યામાં સંડોવણી હોવાનું ખૂલ્યું છે.

હત્યા કર્યા બાદ આરોપીઓએ મૃતદેહને ફેંકી દઈ સમગ્ર બનાવને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ તપાસમાં હત્યાનો ભેદ ખૂલી ગયો.