સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં 70 વર્ષની વૃદ્ધાએ જાતે સ્ટ્રેચર ખેંચ્યું, વીડિયો વાયરલ

રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં 70 વર્ષની વૃદ્ધાએ જાતે સ્ટ્રેચર ખેંચ્યું, વીડિયો વાયરલ

રાજકોટની સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત ચર્ચામાં છે. હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આશરે 70 વર્ષની એક વૃદ્ધા પોતાના સ્વજનને સારવાર માટે લઈ જવા માટે જાતે સ્ટ્રેચર ખેંચતી અને ધક્કા મારતી જોઈ શકાય છે.

વીડિયોમાં દેખાય છે કે વૃદ્ધા કોઈની મદદ વિના સ્ટ્રેચરને ધકેલી રહી છે. સામાન્ય રીતે આ કામ હોસ્પિટલના સ્ટાફ દ્વારા કરવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં સ્ટાફની ગેરહાજરી જણાય છે. આ ઘટના સામે પ્રશ્ન ઊઠ્યો છે કે દર્દીઓની સહાય માટેનો સ્ટાફ ક્યાં હતો.

ઉલ્લેખનીય છે કે પીડીયુ સિવિલ હોસ્પિટલમાં આ પહેલી વાર આવી ઘટના બની નથી. અગાઉ પણ હોસ્પિટલની વ્યવસ્થા અંગે સવાલો ઉઠ્યા છે. જોકે, આ બનાવ અંગે હોસ્પિટલ પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી.

આ ઘટના એ સવાલ ઉભો કરે છે કે શું હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે પૂરતી સુવિધા અને સ્ટાફ ઉપલબ્ધ છે? વૃદ્ધા જેવી હાલતમાં કોઈને પણ પોતાના સ્વજન માટે આવું કરવું પડે તે સમાજ માટે ચિંતાનો વિષય છે.