સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટ એરપોર્ટ ડિરેક્ટર ફટાકડા ફોડવાના કારણે 24 દિવસમાં પદ પરથી દૂર

રાજકોટ એરપોર્ટ ડિરેક્ટર ફટાકડા ફોડવાના કારણે 24 દિવસમાં પદ પરથી દૂર

રાજકોટ એરપોર્ટ પર ફટાકડા ફોડવાની ઘટના બાદ એરપોર્ટ ડિરેક્ટર ધનંજયકુમાર સિંહને માત્ર 24 દિવસમાં જ પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. એરપોર્ટ પર પક્ષીઓને ઉડાડવા માટે રનવે પર ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેના કારણે આગ લાગવાની ઘટના બની હતી.

આ ઘટનાને પગલે રાજકોટ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને વડોદરા ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. ખાસ વાત એ છે કે આ વિમાનમાં એવિએશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી પણ સવાર હતા.

28 ઓક્ટોબરના રોજ દિલ્હીથી રાજકોટ આવી રહેલી ફ્લાઇટ ડાયવર્ટ થયા બાદ એરપોર્ટની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા હતા. હવે આ ઘટનાના થોડા જ દિવસોમાં એરપોર્ટ ડિરેક્ટરને પદ પરથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના રાજકોટ શહેરના એરપોર્ટ સાથે સંબંધિત છે, જ્યાં વિમાનની સુરક્ષિત લેન્ડિંગ અને એરપોર્ટ કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે.