રાજકોટના નવા રિંગ રોડ વિસ્તારમાં આહીર સેના દ્વારા 'આહીર ગરબા મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં 15 હજારથી વધુ આહીરાણીઓએ પરંપરાગત પોષાકમાં ભાગ લીધો હતો.
મહોત્સવની ખાસ વાત એ રહી કે મહિલાઓએ અંદાજે 900 કિલો સોનાના ઘરેણાં પહેર્યા હતા, જેના કારણે આખું મેદાન ઝળહળી ઉઠ્યું હતું.
સાતમા નોરતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભગવાન શ્રીદ્વારકાધીશની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. આહીરાણીઓની પરંપરાગત વેશભૂષા અને રાસ રમવાની અનોખી શૈલીએ ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરી હતી.