સત્ય. સાહસ. સંકલ્પ.

SMAT 2026: રજત પાટીદારની 41 બોલમાં સદી, મધ્યપ્રદેશે આસામ સામે ફટકાર્યો 250 રનનો સ્કોર

SMAT 2026: રજત પાટીદારની 41 બોલમાં સદી, મધ્યપ્રદેશે આસામ સામે ફટકાર્યો 250 રનનો સ્કોર

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) 2026માં મધ્યપ્રદેશના કેપ્ટન રજત પાટીદારે આસામ સામે મુલ્લાંપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તોફાની બેટિંગ કરી હતી. તેમણે માત્ર 41 બોલમાં સદી પૂરી કરી હતી અને અંતે 48 બોલમાં 8 ચોગ્ગા અને 13 છગ્ગાની મદદથી અણનમ 135 રન ફટકાર્યા હતા. તેમનો સ્ટ્રાઇક રેટ 281.25 રહ્યો હતો.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મધ્યપ્રદેશની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. 57 રનના સ્કોર પર ટોચના ત્રણ બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા. પાંચમા ક્રમે ક્રિઝ પર આવેલા રજત પાટીદારે એક છેડો સંભાળીને આક્રમક બેટિંગ કરી હતી. બીજા છેડે શિવાંગ કુમારે 38 બોલમાં 61 રનની ઇનિંગ્સ રમીને તેમને સાથ આપ્યો હતો.

રજત પાટીદારની આ ઇનિંગ્સના બળે મધ્યપ્રદેશે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 250 રનનો સ્કોર ખડક્યો હતો. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ઇતિહાસમાં મધ્યપ્રદેશનો આ સૌથી મોટો ટીમ ટોટલ છે. આ સાથે રજત પાટીદાર આ ટૂર્નામેન્ટમાં સદી ફટકારનારા મધ્યપ્રદેશના પ્રથમ બેટ્સમેન પણ બન્યા છે.