સત્ય. સાહસ. સંકલ્પ.

IPL ઓક્શન પહેલાં લખનઉ-રાજસ્થાન વચ્ચે મોટી ટ્રેડ? 3-4 ખેલાડીઓ બદલાઈ શકે

IPL ઓક્શન પહેલાં લખનઉ-રાજસ્થાન વચ્ચે મોટી ટ્રેડ? 3-4 ખેલાડીઓ બદલાઈ શકે

IPLની બે ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મોટી ટ્રેડ ડીલ થવાની સંભાવના છે. બંને ટીમો 3થી 4 ખેલાડીઓની અદલાબદલી અંગે ચર્ચા કરી રહી છે. આ ડીલ એક બેટર અને ઝડપી બોલરની આસપાસ તૈયાર કરવામાં આવી રહી છે.

ફ્રેન્ચાઈઝી સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજસ્થાનની ટીમ લખનઉના એક ઝડપી બોલરને ટ્રેડ કરવા માગે છે. તેના બદલામાં લખનઉ રાજસ્થાનના એક અથવા બે બેટર અને એક ઑલરાઉન્ડરને સામેલ કરી શકે છે.

રાજસ્થાનની નજર તે બોલર પર છે, જેણે ગયા સીઝનમાં લખનઉ માટે સારું પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત લખનઉનો એક સ્પિનર પણ આ ટ્રેડનો ભાગ બની શકે છે.

બંને ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે હજુ સુધી ખેલાડીઓનાં નામ જાહેર કર્યા નથી. જોકે ટ્રેડ અંગે સૈદ્ધાંતિક સંમતિ બની ચૂકી છે અને ડીલને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.

ગત સીઝનમાં લખનઉની બેટિંગ સૌથી મોટી નબળાઈ રહી હતી. મિચેલ માર્શે 13 મેચોમાં સૌથી વધુ 563 રન બનાવ્યા હતા. તેના સિવાય માત્ર રિષભ પંત જ 300 રનનો આંકડો પાર કરી શક્યો હતો. જોકે, તે પણ 14 મેચમાં માત્ર એક જ ફિફ્ટી ફટકારી શક્યો હતો.

તેની વિરુદ્ધ ટીમની બોલિંગ, ખાસ કરીને ઝડપી બોલિંગ, મજબૂત રહી હતી. આવી સ્થિતિમાં ફ્રેન્ચાઇઝી કેટલાક બોલરોના બદલામાં બેટર અથવા ઓલરાઉન્ડરને ટ્રેડ કરી શકે છે.

આ પહેલા લખનઉએ ગયા સીઝનના કેપ્ટન રિષભ પંતને દિલ્હી કેપિટલ્સ પાસેથી ટ્રેડ કર્યો હતો. તે 15 કરોડ રૂપિયાની ફીમાં દિલ્હી સાથે જોડાયો હતો. તેના બદલામાં કુલદીપ યાદવ 13.50 કરોડ રૂપિયાની વર્તમાન ફી પર દિલ્હીથી લખનઉની ટીમમાં સામેલ થયો હતો.

રિષભ પંત IPLના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી છે. લખનઉએ તેને IPL 2025ના ઓક્શનમાં રેકોર્ડ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.