દિલ્હીમાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે SIR અને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે થયેલા પ્રદર્શન દરમિયાન અટકાયતમાં લેવાયેલા લોકોને સાથે લાવ્યા હતા.
પ્રેસ કોન્ફરન્સમાં એક વિદ્યાર્થિનીએ કહ્યું કે, પોલીસે મહિલાઓને પણ માર્યા હતા. તેમણે જણાવ્યું કે મેં પોલીસને કહ્યું કે આ કુરુક્ષેત્રનું યુદ્ધ છે, જીતવું જ પડશે. બીજી એક વિદ્યાર્થીનીએ કહ્યું કે પોલીસે તેમના પ્રાઇવેટ પાર્ટ પર માર માર્યો. ગુંડાઓના કહેવા પર અમને અટકાયતમાં લેવામાં આવ્યા.
રાહુલ ગાંધીએ અગાઉ મંગળવારે વિપક્ષી નેતાઓને લંચ પર બોલાવ્યા હતા. ઇન્ડિયા બ્લોકે અત્યાર સુધી SIR અને જ્ઞાનેશ કુમારના રાજીનામાના મુદ્દે 5 પ્રદર્શન કર્યા છે.