કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમના આગામી પુસ્તક 'Belonging: A Journey of Love' અંગે અંગ્રેજી અખબાર 'ધ હિન્દુ'ને આપેલા ઇન્ટરવ્યુમાં પોતાના મૂલ્યો અને જીવનની યાત્રા વિશે વાત કરી છે. તેમના આ ઇન્ટરવ્યુ પર તેમના પુત્ર અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભાવનાત્મક પ્રતિભાવ આપ્યો છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સોનિયા ગાંધીના ઇન્ટરવ્યુનો એક અંશ શેર કરતા લખ્યું, 'જાહેર જીવનમાં 60 વર્ષ પછી પણ, તમે હજુ પણ એ જ વ્યક્તિ છો. માતા, મને તમારા પર ગર્વ છે.' તેમણે આ પોસ્ટમાં હૃદયની ઇમોજી પણ ઉમેરી છે.
રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં સોનિયા ગાંધીનું એક નિવેદન પણ શેર કર્યું, જેમાં તેમણે પોતાના મૂલ્યોનું વર્ણન કર્યું: પરિવાર અને મિત્રો પ્રત્યે વફાદારી, અન્ય લોકો પ્રત્યે સંવેદનશીલતા અને જવાબદારીની ભાવના. સોનિયા ગાંધીએ કહ્યું, 'મોટા થતાં જે મૂલ્યો શીખી, તે આજે પણ જીવંત છે. મેં તેમને અનુસરવાની પૂરી કોશિશ કરી છે: પરિવાર અને મિત્રો પ્રત્યે વફાદારી, નિષ્ઠા અને અન્ય લોકો પ્રત્યે સંવેદના, ફરજ અને જવાબદારીનો ભાવ. હું કહી શકું છું કે આ બાબતોમાં હું એ જ વ્યક્તિ છું જેને રાજીવ છ વર્ષ પહેલાં મળ્યા હતા.'
ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીનું પુસ્તક 'Belonging: A Journey of Love' ટૂંક સમયમાં પ્રકાશિત થવાનું છે. આ પુસ્તક તેમના જીવનની યાત્રા અને અનુભવોને આવરી લે છે.