વૈદિક જ્યોતિષમાં રાહુ અને કેતુને છાયા ગ્રહ ગણવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ બંને ગ્રહોની સ્થિતિ માણસના જીવન પર ઊંડી અસર કરે છે. એટલે જ રાહુ-કેતુની ચાલને ખાસ મહત્વ આપવામાં આવે છે.
પંચાંગ મુજબ, 5 ડિસેમ્બર 2026, શનિવારે સાંજે લગભગ 7.28 વાગ્યે રાહુ કુંભ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશશે, ત્યારે કેતુ સિંહ રાશિમાંથી નીકળીને કર્ક રાશિમાં ગોચર કરશે. જ્યોતિષ મુજબ આ બંને ગ્રહો લગભગ 18 મહિના સુધી આ રાશિઓમાં રહેશે અને તેની અસર 24 જૂન 2028 સુધી જોવા મળશે.
આ ગોચર તમામ 12 રાશિઓ પર અસર કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક રાશિ પર તેની અસર આ પ્રમાણે રહેશે:
મેષ રાશિ: કરિયર અને વ્યવસાયની દૃષ્ટિએ નવી તકો મળી શકે છે. નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં આગળ વધવાની તક મળશે, તો વ્યવસાય સાથે જોડાયેલા લોકોને નવી યોજનાઓ પર કામ કરવાનો મોકો મળી શકે છે.
વૃષભ રાશિ: આ ગોચર આર્થિક રીતે ફાયદાકારક રહી શકે છે. અટકેલા કામ પૂરા થવાની સંભાવના છે. ધન સાથે જોડાયેલા મામલામાં રાહત મળી શકે છે અને આવકના નવા સ્રોત ઊભા થઈ શકે છે.
મિથુન રાશિ: માનસિક ગૂંચવણોમાંથી ધીમે ધીમે રાહત મળી શકે છે. છેલ્લા કેટલાક સમયથી જે બાબતો તમને પરેશાન કરી રહી છે તેમાં પરેશાની ઓછી થશે.
કર્ક રાશિ: પારિવારિક જીવન અને અંગત સંબંધોમાં કેટલાક નવા બદલાવ આવી શકે છે. આવી સ્થિતિમાં વાતચીત દરમિયાન સંયમ રાખવો જરૂરી છે.
સિંહ રાશિ: સંબંધો અને ભાગીદારી સાથે જોડાયેલા મામલા પર ધ્યાન આપવું પડશે. કાર્યક્ષેત્રમાં નવા લોકો સાથે સંપર્ક થઈ શકે છે, જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.
કન્યા રાશિ: કામકાજ અને રોજિંદા જીવનમાં બદલાવ આવી શકે છે. નોકરીમાં વધુ જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલાં કામ પૂરા કરવાની તક મળી શકે છે.
તુલા રાશિ: ક્રિએટિવ કામ અને અંગત જીવનમાં નવી તકો મળી શકે છે. વિદ્યાર્થીઓને ભણવામાં એકાગ્રતા જાળવવી પડશે. પ્રેમ સંબંધોમાં પણ અમુક બદલાવ જોવા મળી શકે છે.
વૃશ્ચિક રાશિ: પારિવારિક જીવનમાં અમુક બદલાવ આવી શકે છે. ઘર-પરિવાર સાથે જોડાયેલા મામલામાં જવાબદારી વધી શકે છે. સંપત્તિ સાથે જોડાયેલા નિર્ણય લેતી વખતે સાવચેતી રાખવી પડશે.
ધનુ રાશિ: સંપર્ક, સંવાદ અને નાની મુસાફરી માટે આ ગોચર મહત્વપૂર્ણ રહી શકે છે. કાર્યક્ષેત્રમાં નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે, જેનાથી આગળ વધવાની તકો મળી શકે છે.
મકર રાશિ: રાહુનો પ્રવેશ મકર રાશિમાં થતો હોવાથી વ્યક્તિત્વ અને વિચારોમાં બદલાવ જોવા મળી શકે છે. કરિયરમાં આગળ વધવાની મહત્વાકાંક્ષા વધશે.
કુંભ રાશિ: રાહુ આ રાશિમાંથી નીકળતો હોવાથી ઘણા મામલામાં રાહત મળી શકે છે. માનસિક મૂંઝવણ અને અનિશ્ચિતતામાં ઘટાડો અનુભવાશે. જ્યારે કેતુનું ગોચર ખર્ચ અને વિદેશ સાથે જોડાયેલા મામલામાં અસર કરી શકે છે.
મીન રાશિ: આ ગોચરની અસર આ રાશિના જાતકો પર પણ રહેશે.
નોંધ: આ લખાણ જ્યોતિષ શાસ્ત્રની પરંપરાગત માન્યતાઓ પર આધારિત છે. જ્યોતિષ વિજ્ઞાન નથી અને તેને માત્ર માન્યતા તરીકે જ જોવું જોઈએ.