સત્ય. સાહસ. સંકલ્પ.

રાધિકા અંબાણીનો જન્મદિવસ: સ્ટાફની ફૂલોની વર્ષા અને સાદગીભર્યા લુકની ચર્ચા

રાધિકા અંબાણીનો જન્મદિવસ: સ્ટાફની ફૂલોની વર્ષા અને સાદગીભર્યા લુકની ચર્ચા

અનંત અંબાણીના પત્ની રાધિકા અંબાણીએ 16 ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ અવસરે તેમના સ્ટાફે ખાસ આયોજન કર્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

રાધિકાના સ્ટાફે સુંદર ડેકોરેશન કર્યું હતું. પ્રવેશદ્વાર પર ફૂલોથી શણગારેલો રેડ કાર્પેટ બિછાવવામાં આવ્યો હતો અને ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. સ્ટાફે ખાસ કેક પણ મંગાવી હતી. સ્ટાફના આ પ્રેમ અને આદરથી રાધિકા ખુશ થઈ ગઈ હતી અને તેણે તમામ સ્ટાફ સાથે મળીને કેક કાપી હતી.

જન્મદિવસ પર રાધિકાએ બ્રાઉન અને સફેદ રંગના પોલકા-ડોટવાળો સ્લીવલેસ ફ્લોઇંગ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસ હિલ હાઉસ (Hill House) બ્રાન્ડનો છે અને તેની વેબસાઇટ પરની કિંમત 29,700 રૂપિયા છે. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિના પરિવારની વહુ હોવા છતાં રાધિકાએ કોઈ મોંઘો ડિઝાઇનર ડ્રેસ કે વધારે ઘરેણાં પહેર્યાં ન હતાં. તેમણે ફક્ત નાના ડાયમંડ સ્ટડ ઇયરરિંગ્સ પહેર્યાં હતાં.

રાધિકાનો મેકઅપ ફ્રેશ અને કુદરતી હતો. આંખો પર હળવી હાઈલાઇટ કરવામાં આવી હતી અને લાંબા વાળ 'હાફ-અપ, હાફ-ડાઉન' સ્ટાઇલમાં રાખ્યા હતા. સોશિયલ મીડિયા પર લોકો તેમની સાદગી અને સ્ટાફ પ્રત્યેના વર્તનની પ્રશંસા કરી રહ્યા છે.