સત્ય. સાહસ. સંકલ્પ.

રાધનપુર-સમી હાઇવે પર ટ્રક-કાર અકસ્માતમાં બેના મોત, ચાર ગંભીર ઇજાગ્રસ્ત

રાધનપુર-સમી હાઇવે પર ટ્રક-કાર અકસ્માતમાં બેના મોત, ચાર ગંભીર ઇજાગ્રસ્ત

પાટણ જિલ્લાના રાધનપુર-સમી માર્ગ પર ગોચનાદ ગામ નજીક શુક્રવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. દ્વારકા દર્શન કરીને ભાભર (રાજસ્થાન) ખાતે રહેતી પોતાની દીકરીને મળવા જઈ રહેલા સોની પરિવારની સ્વિફ્ટ કાર અને એક ટ્રક વચ્ચે આ અકસ્માત થયો હતો.

આ દુર્ઘટનામાં એક જ પરિવારના બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતકો મૂળ ગુજરાતના રહેવાસી હતા અને હાલ રાજસ્થાનમાં સ્થાયી થયા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સમીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માત અંગેની વધુ કાનૂની તપાસ શરૂ કરી છે.