સત્ય. સાહસ. સંકલ્પ.

રબાડાએ હોમ ગ્રાઉન્ડ પર પૂરી કરી 200 ટેસ્ટ વિકેટ, ડેલ સ્ટેનને પાછળ છોડ્યો

રબાડાએ હોમ ગ્રાઉન્ડ પર પૂરી કરી 200 ટેસ્ટ વિકેટ, ડેલ સ્ટેનને પાછળ છોડ્યો

સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કગિસો રબાડાએ ટેસ્ટ ક્રિકેટમાં મોટી સિદ્ધિ મેળવી છે. તેમણે પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી ટેસ્ટ મેચોમાં 200 વિકેટ પૂરી કરી છે. આ સિદ્ધિ મેળવનારા તેઓ સાઉથ આફ્રિકાના ચોથા બોલર બન્યા છે.

તેમના પહેલાં આ સિદ્ધિ ડેલ સ્ટેન (261 વિકેટ), મખાયા એન્ટિની (249 વિકેટ) અને શોન પોલોક (235 વિકેટ) જ મેળવી શક્યા હતા. હવે આ યાદીમાં રબાડાનું નામ પણ જોડાયું છે. લાંબા વિરામ પછી રબાડા મેદાન પર પાછા ફર્યા છે.

રબાડાએ હોમ ગ્રાઉન્ડ પર સૌથી ઓછા બોલમાં 200 ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો છે. તેમણે માત્ર 7,017 બોલમાં આ સિદ્ધિ મેળવી છે. આ મામલે તેમણે ડેલ સ્ટેનને પણ પાછળ છોડ્યા છે. સ્ટેને હોમ ગ્રાઉન્ડ પર 7,751 બોલમાં 200 ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી. રબાડાની આ બોલિંગે ફરી એક વાર સાબિત કર્યું છે કે તેઓ દુનિયાના સૌથી ખતરનાક બોલરોમાંના એક છે.

ગકેબેરહામાં રમાઈ રહેલી આ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં રબાડાનું પ્રદર્શન શાનદાર રહ્યું. તેમણે 12 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ ઝડપી. તેમણે ઓપનિંગ બેટ્સમેન નિક મેડિન્સન અને મિચેલ સ્ટાર્કને આઉટ કર્યા. તેમના સાથી બોલર માર્કો યાન્સને 5 વિકેટ લીધી, જ્યારે વિયન મુલ્ડરે 2 વિકેટ ઝડપી. સાઉથ આફ્રિકાના બોલરો સામે ઑસ્ટ્રેલિયાની આખી ટીમ પ્રથમ ઇનિંગમાં 99 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

સાઉથ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં 9 વિકેટે 425 રન કરીને ઇનિંગ ડિકલેર કરી. કેપ્ટન ટેમ્બા બાવુમાએ 334 બોલમાં 179 રનની ઇનિંગ રમી, જેમાં 18 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. માર્કો યાનસને 85 રન અને સિમોન હાર્મરે 82 રન કર્યા. ઑસ્ટ્રેલિયાને 99 રનમાં ઓલઆઉટ કર્યા બાદ સાઉથ આફ્રિકાને 326 રનની લીડ મળી હતી અને ટીમે ઑસ્ટ્રેલિયાને ફોલોઑન આપ્યો છે.