સત્ય. સાહસ. સંકલ્પ.

ફ્રેન્ચ ઓપન: પીવી સિંધુ ફાઇનલમાં, હિના અકીચીને હરાવ્યું; હવે વર્લ્ડ નંબર-1 એન સેઇ-યંગ સામે ટાઇટલ મુકાબલો

ફ્રેન્ચ ઓપન: પીવી સિંધુ ફાઇનલમાં, હિના અકીચીને હરાવ્યું; હવે વર્લ્ડ નંબર-1 એન સેઇ-યંગ સામે ટાઇટલ મુકાબલો

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચી ગઈ છે. શનિવારે રમાયેલી સેમિફાઇનલમાં તેમણે જાપાનની હિના અકીચીને 21-10, 20-22, 21-16થી હરાવ્યું. આ મુકાબલો 1 કલાક 13 મિનિટ ચાલ્યો.

31 વર્ષીય સિંધુએ પ્રથમ ગેમમાં શાનદાર પ્રદર્શન કરતાં 21-10થી જીત મેળવી. બીજી ગેમમાં અકીચીએ જોરદાર વાપસી કરી 22-20થી જીતીને મુકાબલો 1-1ની બરાબરી પર લાવી દીધો. નિર્ણાયક ત્રીજી ગેમમાં સિંધુએ શરૂઆતથી જ દબદબો જાળવી રાખ્યો અને 21-16થી જીતીને ફાઇનલમાં સ્થાન પક્કું કર્યું.

હવે ફાઇનલમાં સિંધુનો સામનો દક્ષિણ કોરિયાની વર્લ્ડ નંબર-1 એન સેઇ-યંગ સાથે થશે. ઉલ્લેખનીય છે કે, સિંધુ અત્યાર સુધી સેઇ-યંગ સામે એક પણ મેચ જીતી શકી નથી. બંને વચ્ચે અત્યાર સુધી 10 મુકાબલા થયા છે અને તમામમાં કોરિયાની ખેલાડીએ જીત મેળવી છે. જોકે, તાજેતરમાં જ સિંધુએ જાપાન ઓપનનો ખિતાબ જીતીને ફોર્મમાં વાપસી કરી છે, તેથી ફાઇનલમાં રસપ્રદ મુકાબલાની અપેક્ષા રાખી શકાય.