સત્ય. સાહસ. સંકલ્પ.

પ્રિયંકા ચોપડાએ અમેરિકામાં પતિ નિક જોનસ માટે કરવા ચોથનું વ્રત રાખ્યું

પ્રિયંકા ચોપડાએ અમેરિકામાં પતિ નિક જોનસ માટે કરવા ચોથનું વ્રત રાખ્યું

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ અમેરિકામાં પતિ નિક જોનસ માટે કરવા ચોથનું વ્રત રાખ્યું છે. તેણે લાલ પોશાકમાં નિક સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. પ્રિયંકાએ ચાંદની રાહ જોતી મહેંદી લગાવેલી તસવીર પણ પોસ્ટ કરી છે.

આ પહેલીવાર નથી કે તેણે વિદેશમાં આ તહેવાર ઉજવ્યો હોય. પ્રિયંકા દર વર્ષે પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. તેણે ચંદ્ર જોવા માટે ચાળણીનો ઉપયોગ કર્યો અને થાળીમાં દીવો પણ રાખ્યો હતો. તસવીર શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, 'ઠીક છે, હું દર વર્ષે ફિલ્મી બની જાઉં છું.'

પ્રિયંકાએ હાથમાં 'પિયાના' નામની મહેંદી લગાવી હતી. તેણે લખ્યું, 'પિયાના નામની… તે તમામ લોકોને હેપ્પી કરવા ચોથ, જે લોકો તેને સેલિબ્રેટ કરી રહ્યા છે.' તેમજ નિક અને દીકરી માલતી સાથેની તસવીર પણ શેર કરી, જેમાં કેપ્શન હતું, 'ડેડી હોમ… એક ફ્રેમમાં મારી આખી દુનિયા. હેપ્પી કરવા ચોથ.'

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા લાંબા સમય પછી ભારતીય ફિલ્મમાં કમબેક કરી રહી છે. તે એસ. એસ. રાજામૌલીની ફિલ્મ 'વારાણસી'માં જોવા મળશે, જે 7 એપ્રિલ 2027ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં મહેશ બાબુ પણ છે. પ્રિયંકા 8 વર્ષ પછી ભારતીય ફિલ્મમાં દેખાશે; તે પહેલાં તે 2019માં 'ધ સ્કાય ઈઝ પિંક'માં જોવા મળી હતી.