સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સમાં પ્રણવી ઉર્સે ગોલ્ફમાં ગોલ્ડ જીત્યો, પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર બની

એશિયન ગેમ્સમાં પ્રણવી ઉર્સે ગોલ્ફમાં ગોલ્ડ જીત્યો, પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર બની

એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતની પ્રણવી ઉર્સે મહિલા વ્યક્તિગત ગોલ્ફ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. તે આ ગેમ્સમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર બની છે.

જાપાનના આઇચી-નાગોયામાં રમાયેલી આ સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડ પહેલા પ્રણવી પાસે ૧૫-અંડર ૧૯૫ના સ્કોર સાથે ત્રણ શોટની લીડ હતી. તેણે આ લીડ જાળવી રાખીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.