દરેક વ્યક્તિ પોતાની બચતને સુરક્ષિત રાખવા માંગે છે અને સાથે સારું વળતર પણ ઈચ્છે છે. આવા સંજોગોમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એક વિશ્વસનીય સરકારી યોજના છે. તેમાં રોકાણ પર મળતું વ્યાજ અને મેચ્યોરિટીની રકમ સંપૂર્ણપણે ટેક્સ-ફ્રી હોય છે.
PPF યોજના 'Exempt-Exempt-Exempt' (EEE) કેટેગરીમાં આવે છે. આનો અર્થ એ છે કે ઇન્કમ ટેક્સની કલમ 80C હેઠળ વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટ મળે છે. ઉપરાંત, દર વર્ષે મળતું વ્યાજ અને મેચ્યોરિટીની રકમ પણ ટેક્સ-ફ્રી રહે છે.
જો તમે દર મહિને 11,000 રૂપિયા PPFમાં જમા કરો છો, તો વર્ષે 1,32,000 રૂપિયા જમા થશે. 15 વર્ષમાં કુલ રોકાણ 19,80,000 રૂપિયા થશે. વર્તમાન 7.1% વ્યાજ દરના હિસાબે આ રકમ પર લગભગ 16,00,024 રૂપિયા વ્યાજ મળશે. આમ, 15 વર્ષ પૂરા થતાં મેચ્યોરિટી પર કુલ રકમ લગભગ 35,80,024 રૂપિયા થશે.
PPF ખાતાની મેચ્યોરિટી અવધિ 15 વર્ષની હોય છે. જો તમારે લાંબા ગાળે મોટું ફંડ બનાવવું હોય, તો 15 વર્ષ પૂરા થયા પછી ખાતું બંધ કરવાને બદલે ફોર્મ ભરીને 5-5 વર્ષના બ્લોકમાં અનિશ્ચિત સમય સુધી લંબાવી શકાય છે.
નોંધ: આ માહિતી ફક્ત જાણકારી માટે છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી યોગ્ય રહેશે.