સત્ય. સાહસ. સંકલ્પ.

PM મોદી આજે એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓને મળશે, ભારતે 85 મેડલ જીત્યા

PM મોદી આજે એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓને મળશે, ભારતે 85 મેડલ જીત્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4:30 વાગ્યે એશિયન ગેમ્સ 2026ના ભારતીય દળ અને ગોલ્ડ મેડલ વિજેતા ખેલાડીઓ સાથે મુલાકાત કરશે. આ કાર્યક્રમ નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં યોજાશે.

જાપાનના આઈચી-નાગોયામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે કુલ 85 મેડલ જીત્યા છે. જેમાં 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારત મેડલ ટેબલમાં ચોથા સ્થાને રહ્યું છે.

પીએમ મોદી અગાઉ પણ ઘણા પ્રસંગોએ ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. છેલ્લે 9 ઓગસ્ટે તેઓ કોમનવેલ્થ ગેમ્સ 2026ના મેડલ વિજેતાઓને મળ્યા હતા.

ભારતે તીરંદાજી, બોક્સિંગ, શૂટિંગ, હોકી, ક્રિકેટ, કુસ્તી, કબડ્ડી, એથ્લેટિક્સ અને ગોલ્ફ સહિતની રમતોમાં મેડલ જીત્યા છે. તીરંદાજીમાં ભારતે 5 ગોલ્ડ સહિત 9 મેડલ અને બોક્સિંગમાં 3 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ સહિત 6 મેડલ મેળવ્યા છે. ક્રિકેટમાં મહિલા અને પુરુષ બંને ટીમે ગોલ્ડ જીત્યો છે. હોકી અને કબડ્ડીમાં પણ ભારતની બંને ટીમ ચેમ્પિયન બની છે.

આ ગેમ્સમાં 5 ખેલાડીઓએ મેડલની હેટ્રિક લગાવી છે, જ્યારે 23 ખેલાડીઓએ 2-2 મેડલ જીત્યા છે. સૌથી વધુ ડબલ મેડલ એથ્લેટિક્સમાં મળ્યા છે. આર્ચરી અને શૂટિંગના 5-5 ખેલાડીઓએ બેવડા મેડલ જીત્યા છે. સ્ક્વોશના ચાર ખેલાડીઓ અને ગોલ્ફની પ્રણવી ઉર્સને 2 મેડલ મેળવ્યા છે.