સત્ય. સાહસ. સંકલ્પ.

વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ: નર્મદા ઘાટ પર મહાઆરતીમાં ઉપસ્થિત, આજે એકતા પરેડમાં ભાગ લેશે

વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ: નર્મદા ઘાટ પર મહાઆરતીમાં ઉપસ્થિત, આજે એકતા પરેડમાં ભાગ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. શુક્રવારે બનાસકાંઠામાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ સાંજે એકતાનગર પહોંચ્યા હતા. ત્યાં તેમણે 'એકતા પ્રકાશ પર્વ'ની મુલાકાત લીધી અને નર્મદા ઘાટ પર યોજાયેલી મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા.

એકતાનગરમાં વડાપ્રધાને 'એકતા પ્રકાશ પર્વ'ના ભાગરૂપે રોશનીની અદ્ભુત કૃતિઓ નિહાળી અને 'ભારત પર્વ'નું ઉદ્ઘાટન કર્યું હતું. મહાઆરતી વેળા 'નર્મદે હર... જીવનભર'ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પછી વડાપ્રધાન સર્કિટ હાઉસ ગયા હતા.

આજે, 31 ઓક્ટોબરના રોજ, વડાપ્રધાનનું કાર્યક્રમ નીચે મુજબ છે:

  • સવારે 8:45 વાગ્યે: સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા રવાના
  • સવારે 9:00 થી 9:10: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચરણ પૂજન
  • સવારે 9:15 થી 9:30: સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તની તકતીનું અનાવરણ
  • સવારે 9:35: નવી વિસ્ટાડોમ બસ દ્વારા 'રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ' સુધીની સફર
  • સવારે 9:40 થી 10:00: 'રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ'ની મુલાકાત
  • સવારે 10:00 થી 10:30: 'બોન્સાઈ ગાર્ડન'ની મુલાકાત
  • સવારે 10:45 થી સાંજે 5:10: સર્કિટ હાઉસમાં રોકાણ
  • સાંજે 5:15: સર્કિટ હાઉસથી એકતા પથ જવા રવાના
  • સાંજે 5:30 થી 7:40: 'એકતા પરેડ'માં ભાગ લેશે
  • રાત્રે 8:00: એકતા નગરથી રોડ માર્ગે વડોદરા એરપોર્ટ જવા રવાના
  • રાત્રે 9:10: વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા રવાના

ઉલ્લેખનીય છે કે, આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે અને એકતા પરેડમાં ભાગ લેશે.