સત્ય. સાહસ. સંકલ્પ.

એકતાનગરમાં 'ભારત પર્વ'નું ઉદ્ઘાટન: બે દિવસના ગુજરાત પ્રવાસે પીએમ મોદી, નર્મદા મહાઆરતીમાં લેશે ભાગ

એકતાનગરમાં 'ભારત પર્વ'નું ઉદ્ઘાટન: બે દિવસના ગુજરાત પ્રવાસે પીએમ મોદી, નર્મદા મહાઆરતીમાં લેશે ભાગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. શુક્રવારે (30 ઓક્ટોબરે) તેઓ બનાસકાંઠાના ભીલડીમાં ₹14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ ગાંધીનગરના લોકભવન થઈને એકતાનગર પહોંચ્યા હતા.

એકતાનગરમાં સાંજે 5:00થી 5:45 વાગ્યા દરમિયાન વડાપ્રધાને 'ભારત પર્વ'નું ઉદ્ઘાટન કર્યું અને વિવિધ સ્ટોલની મુલાકાત લીધી. સાંજે 6:00થી 7:30 વાગ્યા સુધી તેઓ 'આનંદમઠ' અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

રાત્રે 7:45થી 8:05 વાગ્યા સુધી વડાપ્રધાન 'એકતા પ્રકાશ પર્વ'ની મુલાકાત લેશે. રાત્રે 8:15થી 8:45 વાગ્યા દરમિયાન નર્મદા ઘાટ ખાતે યોજાનારી નર્મદા મહાઆરતીમાં સહભાગી બનશે. મહાઆરતી બાદ તેઓ રાત્રે 8:45 વાગ્યે સર્કિટ હાઉસ જવા રવાના થશે.

વડાપ્રધાનની આ મુલાકાતને લઈને એકતાનગરમાં વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

31 ઓક્ટોબરે સવારે 8:45 વાગ્યે મોદી સર્કિટ હાઉસથી સ્ટેચ્યુ ઑફ યુનિટી જવા રવાના થશે. સવારે 9:15થી 9:30 વાગ્યા દરમિયાન સ્ટેચ્યુ ઑફ યુનિટી પરિસરમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તની તકતીઓનું અનાવરણ કરશે. સવારે 9:35 વાગ્યે તેઓ નવી વિસ્ટાડોમ બસમાં રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ જવા રવાના થશે અને 9:40થી 10:00 વાગ્યા સુધી પ્રોજેક્ટની મુલાકાત લેશે. ત્યારબાદ 10:00થી 10:30 વાગ્યા સુધી બોન્સાઈ ગાર્ડનની મુલાકાત લેશે.

આ કાર્યક્રમો બાદ મોદી સવારે 10:45થી સાંજે 5:10 વાગ્યા સુધી સર્કિટ હાઉસમાં રહેશે. સાંજે 5:15 વાગ્યે તેઓ એકતા પથ જવા રવાના થશે અને સાંજે 5:30થી 7:40 વાગ્યા સુધી રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપશે.

કાર્યક્રમો પૂરા થયા બાદ રાત્રે 8:00 વાગ્યે મોદી એકતાનગરથી વડોદરા એરપોર્ટ જવા રવાના થશે અને રાત્રે 9:10 વાગ્યે વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા પ્રસ્થાન કરશે.