વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 76 વર્ષના થયા છે. ઉંમરના આ તબક્કે પણ તેમની ઊર્જા અને સક્રિયતા જોવાલાયક છે. ચાર દિવસ પહેલાં બ્રિક્સ સમિટમાં તેમણે 48 કલાકની અંદર પુતિન, જિનપિંગ જેવા વૈશ્વિક નેતાઓ સાથે 15 દ્વિપક્ષીય બેઠકો કરી, ત્રણ મોટી શિખર પરિષદોની અધ્યક્ષતા કરી અને ગાલા ડિનરનું યજમાનપ કર્યું. 76 વર્ષની વયે આ ફિટનેસ અને શિસ્ત ક્યાંથી આવે છે? તેમની દિનચર્યા, ભોજન, કપડાંની પસંદગી અને ભાષણની તૈયારી કેવી રીતે થાય છે, તે જાણીએ.
નરેન્દ્ર મોદી બાળપણથી જ વહેલા ઊઠનારા રહ્યા છે. વડાપ્રધાન બન્યા પછી પણ આ શિસ્ત મોટાભાગે જળવાઈ રહી છે. પત્રકાર નીલાંજન મુખોપાધ્યાયને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, 'હું ખૂબ ઓછું ઊંઘું છું, માત્ર સાડા ત્રણથી ચાર કલાક. સવારે 4:30થી 4:45 વાગ્યા સુધીમાં ઊઠી જાઉં છું. મોડું થાય તો વધુમાં વધુ 5 વાગ્યા સુધી.'
ઊઠ્યા પછી પીએમ મોદી એક ખાસ વૉકિંગ ટ્રેક પર ચાલવા નીકળે છે. 2018માં વિરાટ કોહલીને ફિટનેસ ચેલેન્જ આપતી વખતે મોદીએ વડાપ્રધાન આવાસના બગીચામાં બનેલા વૉકિંગ ટ્રેકનો વીડિયો શેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ ટ્રેક પંચતત્વ એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશથી પ્રેરિત છે. મોદીના સવારના રૂટિનમાં યોગ અને ધ્યાન પણ સામેલ છે, ખાસ કરીને સૂર્ય નમસ્કાર. પીએમ આવાસમાં રહેલી ગાયો અને મોરને ચણ નાખવું પણ તેમની દિનચર્યાનો હિસ્સો છે. 15 ઓગસ્ટ 2026ના રોજ સ્વાતંત્ર્ય પર્વની સવારે લાલ કિલ્લા જવા નીકળતાં પહેલાં, સમયના અભાવ છતાં મોદીએ ગાય અને મોરને ખોરાક આપતો વીડિયો શેર કર્યો હતો.
પીએમ મોદીનું ભોજન લગભગ અઢી દાયકાથી એક જ વ્યક્તિ બનાવે છે - બદ્રી મીણા. રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી બદ્રી 1990ના દાયકામાં કામની શોધમાં ગુજરાત આવ્યા હતા. તે સમયે નરેન્દ્ર મોદી ભાજપના મહામંત્રી હતા. બદ્રીનું કામ મોદીને એટલું પસંદ આવ્યું કે તેમણે તેમને પોતાના કાયમી રસોઈયા બનાવી લીધા.
કિશોર મકવાણા તેમના પુસ્તક 'કોમનમેન નરેન્દ્ર મોદી'માં લખે છે કે નાસ્તામાં મોદીને પૌંઆ ખાસ ભાવે છે. આ સિવાય તેમની થાળીમાં ખીચડી, કઢી, ઉપમા અને ખાખરા જેવી વાનગીઓ હોય છે, સાથે આદુવાળી ચા. તાજેતરના મીડિયા અહેવાલો મુજબ, તેમના નાસ્તામાં સિઝનલ ફળો, મખાના, બાફેલી શાકભાજીનો પણ સમાવેશ થયો છે. થાળીમાં સરગવાના પરોઠાને પણ સ્થાન મળ્યું છે.
'નરેન્દ્ર મોદી: અ પોલિટિકલ બાયોગ્રાફી' પુસ્તકના લેખક એન્ડી મેરિનોને મોદીએ જણાવ્યું હતું કે RSSના દિવસોમાં અલગ-અલગ ઘરોમાં જમવું પડતું હતું. આ જ કારણે તેમનામાં ખાવાપીવાને લઈને કોઈ ખાસ પસંદ કે નાપસંદ નથી. જ્યાં સુધી ભોજન શાકાહારી છે, ત્યાં સુધી તેમના માટે બધું એકસરખું, ઉત્તમ અને સ્વાદિષ્ટ હોય છે.
દર વર્ષે જૂનથી શરૂ કરીને નવેમ્બરમાં દિવાળી સુધી એટલે કે લગભગ ચાર મહિના મોદી દિવસમાં ફક્ત એક જ વાર ભોજન લે છે. આ વ્રત ચોમાસાની ચાતુર્માસ પરંપરા સાથે જોડાયેલું છે. પીએમ મોદીએ આ વાત ગયા વર્ષે લેક્સ ફ્રિડમેનના પોડકાસ્ટમાં કહી હતી.
'કોમનમેન નરેન્દ્ર મોદી'માં મોદી જણાવે છે, 'હું રોજેરોજ વધુમાં વધુ 2 કલાક પૂજા કરું છું. નવરાત્રિમાં જાપ કરું છું. શક્તિની આરાધના કરું છું. ઉપવાસ પણ રાખું છું. ચૈત્ર નવરાત્રિમાં દિવસમાં એક વાર ફળ લઉં છું, પરંતુ આસો નવરાત્રિમાં માત્ર ગરમ પાણી પર જ રહું છું.'
ફેબ્રુઆરી 2026માં મોદીએ ભાજપના સાંસદો સાથે 45 મિનિટ વાતચીત કરી હતી. ત્યાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય રાજ્યમંત્રી એલ. મુરુગને પાછળથી જણાવ્યું હતું કે પીએમ મોદી સાંજે 6 વાગ્યા પછી કંઈ ખાતા નથી.
વડાપ્રધાન મોદીની તંદુરસ્તી અંગે રાજકીય વિશ્લેષક પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, પહેલાં પણ તેઓ ફિટ તો હતા બાદમાં જ્યારે તેઓ સંઘની શાખામાં જવા લાગ્યા, RSSના ડૉ. હેડગેવાર ભવનમાં રહેવા લાગ્યા ત્યારે તેમને ખબર પડી કે માત્ર શરીરને જ નહીં પરંતુ મનને પણ તંદુરસ્ત રાખવા માટે અને આગળ વધવા માટે નિયમિતતા, શિસ્ત અને વ્યાયામ આ ત્રણેયની જરૂરિયાત છે. તેઓ પોતાની રીતે આખી દિનચર્યા વ્યવસ્થિત રીતે ગોઠવે છે. ખાવા-પીવામાં પણ તેમનો પોતાનો સંયમ અને પોતાની પસંદગી હોય છે પણ તેની સાથે સાથે એક વાત એ પણ છે કે તેઓ ઉપવાસ રાખે છે. જેમ કે નવરાત્રિનો ઉપવાસ, ચૈત્રી નવરાત્રિનો ઉપવાસ... તેઓ વડાપ્રધાન તો પછી બન્યા તે પહેલાં પણ અહીં ઉપવાસ રાખતા હતા.
મોદીના જનસંપર્ક વિભાગમાં 11 વર્ષ કામ કરી ચૂકેલા ધીરેન અવાશિયાના જણાવ્યા અનુસાર, 'તેમના કામના આયોજનમાં પૂર્વ-નિર્ધારિત ન હોય તેવી કોઈપણ...' (અહેવાલ અહીં અધૂરો છે)