સત્ય. સાહસ. સંકલ્પ.

PM કિસાન યોજનાનો 24મો હપ્તો જાહેર: 9.34 કરોડ ખેડૂતોને ₹19,000 કરોડ ટ્રાન્સફર

PM કિસાન યોજનાનો 24મો હપ્તો જાહેર: 9.34 કરોડ ખેડૂતોને ₹19,000 કરોડ ટ્રાન્સફર

કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને સીધી આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત દર વર્ષે ખેડૂતને ₹6,000 આપવામાં આવે છે. આ રકમ ₹2,000ના ત્રણ હપ્તામાં દર ચાર મહિને ખેડૂતના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે.

ગુજરાતના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજનાનો 24મો હપ્તો સત્તાવાર રીતે જાહેર કર્યો છે. આ હપ્તા હેઠળ દેશભરના 9.34 કરોડથી વધુ પાત્ર ખેડૂતોને લાભ મળ્યો છે. સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે લગભગ ₹19,000 કરોડની રકમ લાભાર્થીઓના ખાતામાં જમા કરી છે.

જો તમારા ખાતામાં રકમ જમા ન થઈ હોય તો તેનું મુખ્ય કારણ ઈ-કેવાયસી (e-KYC) પૂર્ણ ન થયું હોવું અથવા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક ન હોવું હોઈ શકે. આવા ખેડૂતો નજીકના જન સેવા કેન્દ્ર (CSC) અથવા બેંકમાં જઈને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરાવી શકે છે, જેથી આગામી હપ્તો મેળવવામાં મુશ્કેલી ન પડે. પોતાનું સ્ટેટસ ચેક કરવા માટે ખેડૂતો PM-Kisan ની સત્તાવાર વેબસાઇટ પર જઈ શકે છે.