અનાનસ એટલે પાઈનેપલ, ખાટા-મીઠા સ્વાદવાળું ફળ. તે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી, ફાઈબર અને બ્રોમેલેઈન જેવા પોષક તત્વો હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારવા, પાચન સુધારવા અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે ફાયદાકારક માનવામાં આવે છે.
અનાનસનો છોડ લાંબો હોતો નથી અને એક છોડમાં એક જ ફળ આવે છે, પરંતુ તેના ગુણ અનેક છે. હૃદયરોગ નિષ્ણાતોના મતે, અનાનસમાં રહેલા પોષક તત્વો શરીરને અનેક બીમારીઓથી બચાવવામાં અને સ્વાસ્થ્ય સુધારવામાં મદદરૂપ થાય છે.
રોગ પ્રતિકારક શક્તિ માટે: અનાનસ વિટામિન સીનો સારો સ્રોત છે. વિટામિન સી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરે છે, જેથી શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનથી બચી શકાય. તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ કોષોને નુકસાનથી બચાવે છે.
પાચન માટે: અનાનસમાં બ્રોમેલેઈન નામનું ઉત્સેચક (એન્ઝાઇમ) હોય છે, જે પ્રોટીનને તોડવામાં મદદ કરે છે. તેનાથી પાચન સુધરે છે. પેટમાં ભારેપણું, ગેસ કે કબજિયાત હોય તો અનાનસ ખાવો ફાયદાકારક ગણાય છે.
હૃદય માટે: અનાનસમાં પોટેશિયમ અને ફાઇબર હોય છે. પોટેશિયમ બ્લડ પ્રેશર નિયંત્રિત રાખવામાં મદદ કરે છે, જેથી હૃદય પરનું દબાણ ઘટે છે. ફાઇબર કોલેસ્ટ્રોલનું સ્તર સંતુલિત રાખવામાં સહાયક છે, જે હૃદયરોગનું જોખમ ઘટાડે છે.
સોજો અને સાંધાના દુખાવા માટે: બ્રોમેલેઈનમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે, જે શરીરની અંદરની સોજો ઓછી કરવામાં મદદ કરે છે. આર્થરાઈટિસ કે સાંધાના દુખાવાથી પીડાતા લોકોને તેનું નિયમિત સેવન રાહત આપી શકે છે.
હાડકાં માટે: અનાનસમાં મેંગેનીઝ ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાં મજબૂત બનાવવા અને તેમની ઘનતા જાળવી રાખવા માટે જરૂરી ખનિજ છે.
ડિસ્ક્લેમર: આ લેખમાં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. કોઈ પણ આહારમાં ફેરફાર કરતા પહેલા અથવા બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.