સત્ય. સાહસ. સંકલ્પ.

UPSC શતાબ્દી સમારોહમાં PM મોદીએ પાઇલટ સ્મિત મચ્છરની વીરતાને બિરદાવી

UPSC શતાબ્દી સમારોહમાં PM મોદીએ પાઇલટ સ્મિત મચ્છરની વીરતાને બિરદાવી

નવી દિલ્હી: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના શતાબ્દી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરના સાહસનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે કેપ્ટન મચ્છરે પોતાની સૂઝબૂઝ અને મનોબળથી એક મોટી આફત ટાળી છે.

દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં થયેલી ઘટનામાં કેપ્ટન સ્મિત મચ્છરે 180 મુસાફરોના જીવ બચાવ્યા હતા. વડાપ્રધાને કહ્યું કે આ પ્રકારની બહાદુરીએ દેશનું ગૌરવ વધાર્યું છે.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કેપ્ટન સ્મિત મચ્છરના પિતા ભૂપેન્દ્રભાઈ, માતા ગીતાબેન અને પત્ની સોનલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને પરિવારની હિંમતને બિરદાવી હતી. તેમણે દેશવાસીઓને સ્મિત મચ્છરના શીઘ્ર સ્વાસ્થ્ય લાભ માટે પ્રાર્થના કરવા અપીલ કરી હતી.

કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની વૈશ્વિક સ્તરે પણ પ્રશંસા થઈ રહી છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને રાષ્ટ્રપતિ ઇસાક હરઝોગે તેમને સાચા હીરો ગણાવી આભાર વ્યક્ત કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમની પ્રશંસા કરી છે.

ગંભીર રીતે ઘાયલ હોવા છતાં જોખમી પરિસ્થિતિમાં કોકપીટ ખોલીને પ્લેનને સંકટમાંથી ઉગારનાર કેપ્ટન સ્મિત મચ્છર પર સમગ્ર દેશને ગર્વ છે.