ફિલિપાઇન્સમાં 23 ઓક્ટોબરે બપોરે ફિલિપાઇન્સ એરફોર્સના બે SF-260 વિમાનો ટ્રેનિંગ દરમિયાન હવામાં ટકરાયા હતા. આ દુર્ઘટનામાં ચાર પાયલટના મોત થયા છે.
ફિલિપાઇન્સ એરફોર્સ (PAF)એ આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી છે. ઘટનાસ્થળે રિસ્પોન્સ ટીમને મોકલવામાં આવી હતી અને પીડિતોના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
સદનસીબે, વિમાનનો કાટમાળ બેઝની અંદર જ પડતાં નાગરિકોને કોઈ નુકસાન થયું નથી. હાલમાં તમામ SF-260 વિમાનોને સાવચેતીપૂર્વક ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યા છે અને ઘટનાની તપાસ ચાલુ છે.