પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પુરુષ રાષ્ટ્રીય ટીમ માટે ફિલ્ડિંગ કોચની ભરતીની જાહેરાત LinkedIn પર કરી છે. આ જાહેરાતને લઈને સોશિયલ મીડિયા પર ચાહકોએ મજાક અને વ્યંગાત્મક પ્રતિક્રિયાઓ આપી છે. આ પદ રેડ બોલ અને વ્હાઇટ બોલ બંને ફોર્મેટ માટે છે.
PCB એ 31 ઓગસ્ટે LinkedIn પર જોબ પોસ્ટ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે ઉમેદવાર પાસે લઘુતમ Level II ક્રિકેટ કોચિંગ માન્યતા અને એલિટ ક્રિકેટ, રાષ્ટ્રીય ટીમો, ફ્રેન્ચાઇઝી ટીમો અથવા આંતરરાષ્ટ્રીય ટીમો સાથે આ ભૂમિકામાં પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ. ઉમેદવારને કમ્પ્યુટરનું જ્ઞાન પણ જરૂરી છે.
સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ નોકરીની આ જાહેરાતને અનોખી ગણાવી હતી. કેટલાકે પાકિસ્તાન ક્રિકેટમાં થતી મનસ્વી નિમણૂકો તરફ ધ્યાન દોર્યું હતું. અમુક યુઝર્સે મજાકમાં કહ્યું કે શું હવે ટીમ મેનેજમેન્ટ પણ LinkedIn પર જ ભરાશે?
PCB અનુસાર, રસ ધરાવતા ઉમેદવારો 9 સપ્ટેમ્બર, 2026 સુધીમાં બોર્ડની વેબસાઇટ મારફતે અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા પારદર્શક રાખવા માટે કરવામાં આવી છે, એમ સમજાવવામાં આવ્યું છે.