સત્ય. સાહસ. સંકલ્પ.

પાટણમાં ગટર સમસ્યા મુદ્દે ભાજપ-કોંગ્રેસ એક મંચ પર, હાઈવે પર ચક્કાજામ

પાટણમાં ગટર સમસ્યા મુદ્દે ભાજપ-કોંગ્રેસ એક મંચ પર, હાઈવે પર ચક્કાજામ

પાટણ શહેરમાં ગટર સમસ્યાના ઉકેલની માંગને લઈને ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ સંયુક્ત રીતે હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. આ દરમિયાન બંને પક્ષના આગેવાનોએ સ્થાનિક વહીવટી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી અને તાત્કાલિક સમસ્યાના નિરાકરણની માંગ કરી હતી.

શહેરની હાલત ખરાબ હોવાનું જણાવતા આગેવાનોએ જણાવ્યું હતું કે, ગટર સમસ્યાને કારણે રોજબરોજના જનજીવનને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચક્કાજામને કારણે અમદાવાદ-બનાસકાંઠા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને થોડા સમય માટે ટ્રાફિક ઠપ્પ થઈ ગયો હતો.

આ મુદ્દે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આગેવાનોનું કહેવું છે કે, જ્યાં સુધી ગટર સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે, ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે.