પાટણ જિલ્લા પંચાયતમાં 'પતિરાજ'નો મામલો ચર્ચામાં આવ્યો છે. ઉપપ્રમુખ રૈયાબેનના પતિ વજાભાઈ આયરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ ઉપપ્રમુખની ખુરશી પર બેઠેલા જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ તેમના વહીવટમાં દખલ કરવાના આક્ષેપો થઈ રહ્યા છે.
વજાભાઈ આયર સોશિયલ મીડિયા પર પોતાને ઉપપ્રમુખ તરીકે ઓળખાવતા હોવાની પણ ચર્ચા છે. તેઓ ભૂવાજી તરીકે પણ જાણીતા છે અને ધૂણતા હોય તેવો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ઉલ્લેખનીય છે કે, પાટણ અને હારિજ પાલિકામાં પણ આવા આરોપો સામે આવ્યા બાદ હવે જિલ્લા પંચાયતમાં આ મામલે રાજકીય ચર્ચા તેજ બની છે. જોકે, આ આરોપો અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કે ખંડન થયું નથી.