પાટણના પદ્મનાથ વિસ્તારમાં ગટર ઉભરાવાની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાના નિરાકરણ માટે ગાંધીનગર મનપા કમિશનર કાર્યાલયના ઉચ્ચ અધિકારીઓની ખાસ ટીમ પાટણ પહોંચી હતી. ટીમે સ્થળ પર જઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
આ દરમિયાન ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ અને સ્થાનિક રહીશોએ અધિકારીઓને વિસ્તારની સમસ્યાઓની વિગતવાર રજૂઆત કરી હતી. સ્થાનિકો અને જનપ્રતિનિધિઓએ સમસ્યાના કાયમી ઉકેલ માટે આગ્રહ વ્યક્ત કર્યો હતો. હવે તંત્ર દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે શું પગલાં લેવાય છે તેના પર સૌની નજર છે.