સત્ય. સાહસ. સંકલ્પ.

BCCI ના નવા ચીફ સિલેક્ટરની દોડમાં પાર્થિવ પટેલ સૌથી આગળ, જાણો તેમની કારકિર્દી અને પરિવાર વિશે

BCCI ના નવા ચીફ સિલેક્ટરની દોડમાં પાર્થિવ પટેલ સૌથી આગળ, જાણો તેમની કારકિર્દી અને પરિવાર વિશે

બીસીસીઆઈના અધ્યક્ષ અજિત અગરકરનો કાર્યકાળ 4 ઓક્ટોબરના રોજ પૂરો થઈ રહ્યો છે. તેમના સ્થાને નવા અધ્યક્ષની પસંદગી માટે જે નામો ચર્ચામાં છે તેમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલનું નામ સૌથી આગળ ગણાય છે. પાર્થિવ પટેલ ગુજરાતના અમદાવાદ સાથે જોડાયેલા છે અને તેમણે ભારત માટે વિકેટકીપર-બેટ્સમેન તરીકે લાંબી કારકિર્દી દરમિયાન અનેક યાદગાર પ્રદર્શન કર્યું છે.

પાર્થિવ અજય પટેલનો જન્મ 9 માર્ચ 1985ના રોજ અમદાવાદમાં થયો હતો. તે ડાબા હાથનો બેટ્સમેન છે અને સ્થાનિક ક્રિકેટમાં ગુજરાત માટે રમ્યો છે. છ વર્ષની ઉંમરે એક આંગળી ગુમાવ્યા બાદ, શરૂઆતમાં તેને વિકેટકીપિંગ કરવામાં તકલીફ પડતી હતી, પણ લાંબા અભ્યાસ બાદ તે આ મુશ્કેલી પર કાબૂ મેળવી ગયો.

વર્ષ 2002માં પાર્થિવ પટેલે જ્યારે ભારતીય ટીમ માટે રમવાનું શરૂ કર્યું, ત્યારે તે ટેસ્ટ મેચમાં દેશનું પ્રતિનિધિત્વ કરનારો સૌથી યુવા વિકેટકીપર બન્યો હતો. તે 2016નો એશિયા કપ જીતનારી ભારતીય ટીમનો પણ ભાગ હતો. તે 18 વર્ષની કારકિર્દીમાં ભારત માટે 25 ટેસ્ટ, 38 વનડે અને બે ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો. ઘરેલુ ક્રિકેટમાં તેમણે ગુજરાત માટે 194 મેચ રમી હતી.

તેઓ જાન્યુઆરી 2018માં જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતની ઐતિહાસિક ટેસ્ટ ટીમનો ભાગ હતા. એક વર્ષ પછી પાર્થિવ પટેલ ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતનારી ભારતીય ટીમનો પણ ભાગ હતા.

ડિસેમ્બર 2020માં પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. નિવૃત્તિ બાદ, તે ‘ટેલેન્ટ સ્કાઉટ’ તરીકે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો હતો. તે હાલ ઈન્ડિયન પ્રીમિયર લીગ અને આંતરરાષ્ટ્રીય મેચોમાં કોમેન્ટેટર તરીકે પણ જોવા મળે છે. નવેમ્બર 2024માં, ઈન્ડિયન પ્રીમિયર લીગની સીઝન માટે પાર્થિવ પટેલની ગુજરાત ટાઇટન્સના સહાયક અને બેટિંગ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

વર્ષ 2022માં ગુજરાત જાયન્ટ્સે લેજન્ડ્સ લીગ ક્રિકેટમાં તેમની પસંદગી કરી હતી અને 2023ની લેજન્ડ્સ લીગ ક્રિકેટ સીઝનમાં તેમને કેપ્ટનપદ સોંપવામાં આવ્યું હતું.

આઈપીએલની પહેલી ઓક્શનમાં પાર્થિવ પટેલના નામ પર બોલી લાગી હતી અને તેને ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદ્યો હતો. તે ટીમમાં નિયમિત ખેલાડી હતો અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર મેથ્યુ હેડન સાથે ઓપનિંગ કરતો હતો. 16 મેના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે પાર્થિવ પટેલ 2011ની ઈન્ડિયન પ્રીમિયર લીગની બાકીની મેચો માટે કોચી ટસ્કર્સ કેરલાનું નેતૃત્વ કરશે. કોચી ટસ્કર્સ ફ્રેન્ચાઈઝી રદ થવાને કારણે, પાર્થિવ અને તે ફ્રેન્ચાઈઝીના અન્ય ખેલાડીઓની 2012ની ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન માટે ફરીથી ઓક્શન કરવામાં આવ્યું હતું. 2012ની આઈપીએલ ટ્રેડિંગ વિન્ડો દરમિયાન ડેક્કન ચાર્જર્સે તેને 1 મિલિયન ડોલરમાં ખરીદ્યો હતો.

પાર્થિવને 2013માં સનરાઈઝર્સ હૈદરાબાદે અને 2014માં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પોતાની ટીમમાં લીધો હતો. 2015ની આઈપીએલ માટે મુંબઈ ઈન્ડિયન્સે પટેલને ઓપનિંગ બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કર્યો હતો. જાન્યુઆરી 2018ની આઈપીએલ ઓક્શનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે તેને ખરીદ્યો હતો.