જૂનાગઢના પાર્થ ભુતે રણજી ટ્રોફીની આસામ વિરુદ્ધની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે માત્ર 17 રન આપીને 8 વિકેટ લીધી છે. આ રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રના કોઈ પણ બોલર દ્વારા આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
પાર્થ ભુત જૂનાગઢના રહેવાસી છે. તેમની ઘાતક બોલિંગના કારણે સૌરાષ્ટ્રે આસામને હરાવીને 7 પોઈન્ટ મેળવ્યા છે. આ સિદ્ધિ 29 વર્ષીય પાર્થ માટે એટલા માટે પણ ખાસ છે કે તેમણે સતત બીજી મેચમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી છે. તેમણે કર્ણાટક સામેની પાછલી મેચની બીજી ઇનિંગમાં પણ પાંચ વિકેટ લીધી હતી. સતત બે મેચમાં શાનદાર બોલિંગ કરીને પાર્થે પોતાનું ફોર્મ અને ક્ષમતા દર્શાવી છે.
પાર્થ ભુત રણજી ટ્રોફીમાં એક ઇનિંગમાં આઠ વિકેટ લેનાર સૌરાષ્ટ્રના બીજો બોલર બન્યો છે. અગાઉ આ સિદ્ધિ ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટે હાંસલ કરી હતી.
પાર્થ ભુતનો જન્મ 4 ઓગસ્ટ 1997ના રોજ થયો છે. તે ભારતીય ક્રિકેટર છે. તેમણે 25 ડિસેમ્બર 2019ના રોજ 2019-20 રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું.
તેમણે 1 માર્ચ 2021ના રોજ 2020-21 વિજય હઝારે ટ્રોફીમાં સૌરાષ્ટ્ર માટે લિસ્ટ-એ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેમણે 4 નવેમ્બર 2021ના રોજ 2021-22 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર માટે ટ્વેન્ટી20 ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું.