ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે કોળી સેનાના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ધારાસભ્ય પરશોત્તમ સોલંકીએ આક્રમક અંદાજમાં ભાષણ આપ્યું હતું.
તેમણે કહ્યું કે, "આપણે સિંહના સંતાન છીએ, કોઈના બોલવાથી આપણને કોઈ ફરક પડતો નથી. સિંહ પોતાની મસ્તીમાં જીવતો હોય છે અને તેની પાછળ કોણ શું બોલે છે તેની પરવા કરતો નથી. સિંહની ફરતે શિયાળ અને કૂતરા હોય છે, પરંતુ સિંહની એક ડણકથી જ તેઓ ભાગી જાય છે. તેથી પાછળ વળીને જોવાની કોઈ જરૂર નથી."
ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પરશોત્તમ સોલંકી ગીર સોમનાથ વિસ્તારમાં કોળી સમાજના અગ્રણી નેતા તરીકે જાણીતા છે.