સત્ય. સાહસ. સંકલ્પ.

પેરાગ્વેમાં ડિજિટલ બેંકના પતનથી રાજકીય સંકટ, રાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું

પેરાગ્વેમાં ડિજિટલ બેંકના પતનથી રાજકીય સંકટ, રાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું

પેરાગ્વેમાં ડિજિટલ બેંક ueno નિયોબેંકના પતનને કારણે દેશમાં આર્થિક અને રાજકીય સંકટ ઊભું થયું છે. આ સંકટની અસર એટલી ગંભીર બની કે રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પીનાને રાજીનામું આપવું પડ્યું છે.

ueno બેંક એ ડિજિટલ બેંક હતી જે સ્માર્ટફોન એપ દ્વારા સેવાઓ આપતી હતી. 2023માં બેંકિંગ લાઇસન્સ મળ્યા બાદ તેણે ઝડપથી વિસ્તરણ કર્યું અને ઓછા સમયમાં જ 30 લાખ ગ્રાહકો મેળવ્યા. દેશની 65 લાખની વસ્તીમાંથી લગભગ અડધા લોકો આ બેંક સાથે જોડાયા હતા. બેંક પાસે સરકારી સંસ્થાઓ અને પેન્શન ફંડના $850 મિલિયન જેટલા ભંડોળનું સંચાલન પણ હતું.

અહેવાલો અનુસાર, બેંકે નિયમોનું ઉલ્લંઘન કરીને માલિકો સાથે જોડાયેલી કંપનીઓને જોખમી લોન આપી હતી. સપ્ટેમ્બર 2025માં માત્ર 24 કલાકમાં $39 મિલિયનની રકમ આ કંપનીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ પૈસા સામાન્ય ગ્રાહકોની બચત અને પેન્શન ફંડના હતા.

બેંકે પોતાના માલિકોની કંપનીઓને લોન આપી હોવાથી તેની પાસે પૂરતી રોકડ બચી નહોતી. જ્યારે ગ્રાહકોએ પોતાના પૈસા પાછા માંગ્યા ત્યારે બેંક ચૂકવણી કરી શકી નહીં. આથી બેંક નાદાર થઈ ગઈ અને નિયામકોએ તેની તપાસ શરૂ કરી. સેન્ટ્રલ બેંકે હવે બેંકનું સંચાલન સંભાળી લીધું છે.

આ ઘટનાક્રમને કારણે પેરાગ્વેમાં લોકોમાં ભારે રોષ છે. લોકોની આખી જિંદગીની કમાણી ફસાઈ ગઈ છે અને કર્મચારીઓએ પોતાના ક્રેડિટ કાર્ડ સળગાવીને વિરોધ દર્શાવ્યો હતો. રાજકીય સ્તરે પણ આ મામલે ભ્રષ્ટાચાર અને નિયમનની નબળાઈ પર સવાલ ઉઠ્યા છે.