સત્ય. સાહસ. સંકલ્પ.

પંકજ અડવાણી 12 વર્ષ પછી વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયન, કુલ 21મો ખિતાબ

પંકજ અડવાણી 12 વર્ષ પછી વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયન, કુલ 21મો ખિતાબ

ભારતના જાણીતા બિલિયર્ડ્સ અને સ્નૂકર ખેલાડી પંકજ અડવાણીએ વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ જીત્યો છે. 2014 પછી તે પહેલી વખત વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયન બન્યો છે. જોકે બિલિયર્ડ્સમાં આ તેમનો કુલ 21મો વર્લ્ડ ખિતાબ છે.

ફાઈનલ મેચ ઈંગ્લેન્ડના વોલસાલ ખાતેની લેન્ડીવુડ સ્નૂકર ક્લબમાં રમાઈ હતી. તેમાં અડવાણીએ ઈંગ્લેન્ડના રોબર્ટ હોલને હરાવ્યો. ફાઈનલ પહેલાં સેમિફાઈનલમાં તેમણે નવ વખતના વર્લ્ડ ચેમ્પિયન ડેવિડ કાઉઝિયરને પરાજિત કર્યો હતો.

અડવાણી બિલિયર્ડ્સ ઉપરાંત સ્નૂકર પણ રમે છે. બંને રમતોમાં મળીને તેમના નામે કુલ 28 વર્લ્ડ ચેમ્પિયનશિપ ખિતાબ છે.

પંકજ અડવાણીનો જન્મ 24 જુલાઈ 1985ના રોજ પુણેમાં એક સિંધી પરિવારમાં થયો હતો. તેમણે શરૂઆતનાં વર્ષો કુવૈતમાં વિતાવ્યાં હતાં અને પછી બેંગલુરુમાં સ્થાયી થયા હતા. તેમણે બેંગલુરુની ફ્રેન્ક એન્થોની પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો અને શ્રી ભગવાન મહાવીર જૈન કોલેજમાંથી કોમર્સમાં સ્નાતકની પદવી મેળવી. સ્નૂકરની તાલીમ તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રીય સ્નૂકર ચેમ્પિયન અરવિંદ સાવુર પાસેથી લીધી હતી.