સત્ય. સાહસ. સંકલ્પ.

'પંચાયત સીઝન 5': દિગ્દર્શકે આપ્યો રિલીઝ સમય અને વાર્તાનો સંકેત

'પંચાયત સીઝન 5': દિગ્દર્શકે આપ્યો રિલીઝ સમય અને વાર્તાનો સંકેત

લોકપ્રિય વેબ સિરીઝ 'પંચાયત'ના ચાહકો માટે સારા સમાચાર છે. સિરીઝના દિગ્દર્શક દીપક કુમાર મિશ્રાએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે પાંચમી સીઝન આ વર્ષે ઓક્ટોબર કે નવેમ્બરમાં રિલીઝ થઈ શકે છે.

દિગ્દર્શકે કહ્યું કે હાલમાં સિરીઝનું એડિટિંગ ચાલી રહ્યું છે, પરંતુ રિલીઝની ચોક્કસ તારીખ હજુ નક્કી થઈ નથી.

નવી સીઝનની વાર્તા વિશે તેમણે જણાવ્યું કે ફૂલેરા ગામનું દૃશ્ય સંપૂર્ણપણે બદલાયેલું જોવા મળશે, કારણ કે ગામના મુખી ચૂંટણી હારી ગયા છે. આ હાર પછી ગામના રાજકારણ અને લોકોના જીવનમાં કેવા પરિવર્તન આવે છે તે વાર્તામાં દર્શાવવામાં આવશે.

'પંચાયત' ની વાર્તા ઉત્તર પ્રદેશના કાલ્પનિક ગામ ફૂલેરા પર આધારિત છે, જેમાં અભિષેક ત્રિપાઠી (જિતેન્દ્ર કુમાર) નામના શિક્ષિત યુવાનની ગામડામાં સેક્રેટરી તરીકે નોકરી સ્વીકાર્યા પછીની મુશ્કેલીઓ અને રમુજી પરિસ્થિતિઓ દર્શાવવામાં આવી છે.

આ સિરીઝ 2020માં પ્રથમ વખત રિલીઝ થઈ હતી અને અત્યાર સુધીમાં ચાર સીઝન આવી ચૂકી છે. દિગ્દર્શક દીપક કુમાર મિશ્રા છે, જ્યારે ચંદન કુમારે વાર્તા લખી છે. નવી સીઝન પણ એમેઝોન પ્રાઇમ વિડીયો પર જ સ્ટ્રીમ થશે.