પંચામૃત ડેરીએ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના લાખો પશુપાલકો માટે દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 20નો વધારો કર્યો છે. હવે 21 નવેમ્બરથી પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ. 905 ચૂકવવામાં આવશે.
ડેરીના ચેરમેન અને નિયામક મંડળ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી ત્રણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલન સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોને સીધો આર્થિક લાભ થશે. મોંઘવારીના સમયમાં આ વધારો પશુપાલકોના પરિવારોને રાહત આપશે.
નવા વર્ષ નિમિત્તે મળેલી આ ભેટથી પશુપાલકોમાં હર્ષનો માહોલ છે.