સત્ય. સાહસ. સંકલ્પ.

પાલીતાણા-બાંદ્રા વચ્ચે 7 સપ્ટેમ્બરે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન, જૈન શ્રદ્ધાળુઓ માટે પ.રેલવેનો નિર્ણય

પાલીતાણા-બાંદ્રા વચ્ચે 7 સપ્ટેમ્બરે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન, જૈન શ્રદ્ધાળુઓ માટે પ.રેલવેનો નિર્ણય

પશ્ચિમ રેલવેએ પાલીતાણાના જૈન તીર્થધામમાં શ્રદ્ધાળુઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પાલીતાણા-બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેન ખાસ કરીને જૈન શ્રદ્ધાળુઓ અને અન્ય મુસાફરો માટે ઉપયોગી થશે.

ટ્રેન નંબર 09023 બાંદ્રા ટર્મિનસ-પાલીતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ 6 સપ્ટેમ્બરે રાત્રે 7:25 વાગ્યે બાંદ્રાથી ઉપડશે અને બીજા દિવસે 7 સપ્ટેમ્બરે સવારે 9:25 વાગ્યે પાલીતાણા પહોંચશે. પરત ફરતી વખતે ટ્રેન નંબર 09024 પાલીતાણા-બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ 7 સપ્ટેમ્બરે રાત્રે 8:00 વાગ્યે પાલીતાણાથી ઉપડશે અને 8 સપ્ટેમ્બરે સવારે 9:30 વાગ્યે બાંદ્રા પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ, વાપી અને બોરીવલી સહિત 11 સ્ટેશનો પર રોકાશે.

ટ્રેન નંબર 09023 અને 09024 માટે રિઝર્વેશન 5 સપ્ટેમ્બર, શનિવારથી તમામ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ભાવનગર મંડળના DRMએ જણાવ્યું કે ધાર્મિક આયોજનો અને તહેવારોના સમયે મુસાફરોની માંગને પહોંચી વળવા આ વ્યવસ્થા કરવામાં આવી છે.