યમનના હુથી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાના ઊર્જા મથકો પર ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા છે. આ હુમલામાં ઓછામાં ઓછા 73 લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધી ગયો છે.
હવે પાકિસ્તાન 2017ના મક્કા પેક્ટને સક્રિય કરવાની તૈયારીમાં છે. આ પેક્ટ હેઠળ પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચે સામૂહિક સંરક્ષણની જોગવાઈ છે. પાકિસ્તાની સેના યમનમાં હુથી વિદ્રોહીઓ સામે હવાઈ હુમલા કરી શકે છે.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે જણાવ્યું છે કે, 'કરાર મુજબ કોઈ એક સભ્ય દેશ પરનો હુમલો એ તમામ સભ્ય દેશો પર થયેલો હુમલો ગણાશે.' તેમણે કહ્યું કે, 'અમે આ કરારની શરતો અને નિયમોથી બંધાયેલા છીએ.'
જો કે, તાજેતરમાં સાઉદી અરેબિયા સાથે કોઈ વાતચીત થઈ છે કે નહીં તે અંગે પૂછતાં તેમણે કહ્યું કે, 'મને હાલ આવી કોઈ વાતચીતની જાણ નથી, પરંતુ પરિસ્થિતિ નિયંત્રણમાં આવે તેવી આશા છે.'