પાકિસ્તાનમાં લોટની અછત અને મોંઘવારીએ સામાન્ય લોકોની હાલત કફોડી બનાવી છે. 20 કિલોની લોટની થેલીનો ભાવ વધીને 3,300 રૂપિયા થઈ ગયો છે, જ્યારે એક રોટલીનો ભાવ 20 રૂપિયાથી વધીને 30 રૂપિયા થયો છે.
લોટના વધતા ભાવ વચ્ચે કેટલાક વેપારીઓ પર સંગ્રહખોરી કરવાનો આરોપ પણ લાગી રહ્યો છે. લોટ મોંઘો થતાં સામાન્ય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સરકાર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.