સત્ય. સાહસ. સંકલ્પ.

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાંથી પાકિસ્તાન બહાર, PCBએ નામ વાપરવા પર લગાવ્યો પ્રતિબંધ

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાંથી પાકિસ્તાન બહાર, PCBએ નામ વાપરવા પર લગાવ્યો પ્રતિબંધ

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) 2026 ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમ ભાગ લઈ શકશે નહીં. અહેવાલો અનુસાર, પાકિસ્તાન લિજેન્ડ્સ ટીમને ટુર્નામેન્ટમાંથી બાકાત રાખવામાં આવી છે. આ ટુર્નામેન્ટ 3 ઓક્ટોબરથી સંયુક્ત આરબ અમીરાત (UAE)માં શરૂ થવાની છે.

રસપ્રદ બાબત એ છે કે, ટુર્નામેન્ટના પ્રોમો અને પોસ્ટરમાં પાકિસ્તાની ખેલાડીઓને દર્શાવવામાં આવ્યા હતા. પરંતુ પાકિસ્તાની મીડિયાના દાવા મુજબ, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે પાકિસ્તાની ચેમ્પિયન ટીમને WCL 2026માંથી બહાર કરવામાં આવી છે.

એક અહેવાલ મુજબ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ટીમને ટુર્નામેન્ટમાં 'પાકિસ્તાન' નામનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેના કારણે ટીમ હવે ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી નથી. સત્તાવાર સમયપત્રક અનુસાર, પાકિસ્તાને તેની પ્રથમ મેચ 3 ઓક્ટોબરે શારજાહમાં બાંગ્લાદેશ ચેમ્પિયન્સ સામે રમવાની હતી. ત્યારબાદ 10 ઓક્ટોબરે દુબઈમાં ભારત સામે મેચ રમવાની હતી. ગયા વર્ષે ભારતે પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે રમવાનો ઇનકાર કર્યો હતો.