સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાની સુરક્ષાદળોના જવાનો બાઈક પર અસામાન્ય સ્ટંટ કરતા જોવા મળે છે. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે. વીડિયોમાં દેખાય છે કે, વરસાદી માહોલમાં ભીના રસ્તા પર બે જવાનો મોટરસાઇકલ પર આવે છે. એક જવાન લાલ ટોપી પહેરીને બાઈક ચલાવે છે, જ્યારે પાછળ બેઠેલો જવાન રાઇફલ પકડીને બેસે છે.
થોડું આગળ જતાં પાછળ બેઠેલો જવાન ચાલતી બાઈક પરથી નીચે ઉતરે છે અને ભીના રસ્તા પર ફિલ્મી અંદાજમાં કલાબાજીઓ કરતો આગળ વધે છે. તે જમીન પર ઘૂંટણના બળે બેસીને ટાર્ગેટ પર નિશાન સાધે છે. ત્યારબાદ તે પાછો દોડીને ચાલતી બાઈક પર પાછળ બેસી જાય છે અને બાઈક પર જ પોતાની કમરને 180 ડિગ્રી વાળીને હવામાં લટકીને ઊંધી દિશામાં રાઇફલ તાણે છે. આ સમગ્ર દ્રશ્ય વરસાદી વાતાવરણમાં ફિલ્માવવામાં આવ્યું છે.
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર 'ishaqzamir' નામના પેજથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં ઘણા લોકોએ જોયો છે અને તેના પર વિવિધ પ્રકારની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, તેમના અસલી દુશ્મનો સરહદ પર નહીં પરંતુ ફિઝિક્સના નિયમો છે, જેને તેઓ રોજ તોડે છે. અન્ય એક યુઝરે મજાકમાં લખ્યું કે, વરસાદથી ભીના રસ્તા પર હેલમેટ વગર આવા સ્ટંટ જોઈને યમરાજ પણ વિચારમાં પડી ગયા હશે કે તેમને ઉપર લઈ જાઉં કે ટ્રેનિંગ પૂરી થવા દઉં.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જેમાં લોકો તેને કમાન્ડો ટ્રેનિંગ કે કોમેડી સર્કસ તરીકે જોવા મળે છે. કેટલાક લોકો તેને હોલીવુડ ફિલ્મોના સસ્તા વર્ઝન તરીકે પણ ગણાવી રહ્યા છે.