સત્ય. સાહસ. સંકલ્પ.

પડધરી તાલુકા પંચાયતની થોરીયાળી બેઠક પર કોંગ્રેસના લક્ષ્મણભાઈ શિંગાળાનો વિજય

પડધરી તાલુકા પંચાયતની થોરીયાળી બેઠક પર કોંગ્રેસના લક્ષ્મણભાઈ શિંગાળાનો વિજય

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પંચાયતની થોરીયાળી-ખોડાપીપર બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મણભાઈ શિંગાળાએ વિજય મેળવ્યો છે. આ જીત સાથે કોંગ્રેસે વર્ષોથી આ બેઠક પર જાળવી રાખેલો પોતાનો દબદબો યથાવત્ રાખ્યો છે.

આ બેઠક પર ભાજપે પણ જીત માટે જોરદાર પ્રયાસો કર્યા હતા. પાર્ટીના મોટા અગ્રણીઓએ ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. જોકે, આ પ્રયાસો છતાં કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મણભાઈ શિંગાળા વિજયી બન્યા હતા.

આ ઉપરાંત, છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નં. 4ની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રજનીબેન રાઠવાનો વિજય થયો છે.