સત્ય. સાહસ. સંકલ્પ.

OTT રિલીઝ: 12થી 16 ઓક્ટોબર દરમિયાન નેટફ્લિક્સ અને જિયોહોટસ્ટાર પર આવી રહી છે આ ફિલ્મો અને સીરિઝ

OTT રિલીઝ: 12થી 16 ઓક્ટોબર દરમિયાન નેટફ્લિક્સ અને જિયોહોટસ્ટાર પર આવી રહી છે આ ફિલ્મો અને સીરિઝ

ઓટીટી પ્લેટફોર્મ પર આ અઠવાડિયે (12 થી 16 ઓક્ટોબર) મનોરંજનનો સારો એવો ડોઝ મળવાનો છે. આ સમયગાળામાં નેટફ્લિક્સ, જિયોહોટસ્ટાર સહિતના પ્લેટફોર્મ પર કુલ 7 ફિલ્મ અને સીરિઝ રિલીઝ થવા જઈ રહી છે, જેમાં કોમેડી, સસ્પેન્સ, થ્રિલર અને ડ્રામા જોવા મળશે. આ તમામ સામગ્રી તમે વીકએન્ડમાં ઘરે બેસી પરિવાર કે મિત્રો સાથે જોઈ શકશો.

‘ટલ્સા કિંગ’ સીઝન-4 (જિયોહોટસ્ટાર, 16 ઓક્ટોબર): સિલ્વેસ્ટર સ્ટાલન અને માર્ટિન સ્ટારની ચર્ચિત સીરિઝ ‘ટલ્સા કિંગ’ની ચોથી સીઝન આ અઠવાડિયે રિલીઝ થઈ રહી છે. ચાહકો લાંબા સમયથી આ સીઝનની રાહ જોઈ રહ્યા હતા. આ સીરિઝ 16 ઓક્ટોબરથી જિયોહોટસ્ટાર પર ઉપલબ્ધ થશે.

રિયાલિટી શો ‘બિગ બોસ’ (નેટફ્લિક્સ અને જિયોહોટસ્ટાર, 16 ઓક્ટોબર): રણવિજય સિંહના હોસ્ટિંગવાળો લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ’ પણ આ અઠવાડિયે શરૂ થઈ રહ્યો છે. આ શો નેટફ્લિક્સ અને જિયોહોટસ્ટાર બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. આ સીઝનમાં નેહા ધૂપિયા, નિખિલ ચિનપ્પા, પ્રિન્સ નરુલા, અભિષેક મલ્હાન, બાની જે અને બસીર અલી ‘ગેંગ લીડર’ના રૂપમાં જોવા મળશે.

કરણ જોહરનો શો (જિયોહોટસ્ટાર, 14 ઓક્ટોબર): ફિલ્મસાકર કરણ જોહરનો શો 14 ઓક્ટોબરથી જિયોહોટસ્ટાર પર રિલીઝ થઈ રહ્યો છે. આ શોમાં દર વખતની જેમ બોલિવૂડના જાણીતા કલાકારો જોવા મળશે. સોશિયલ મીડિયા પર તેનો પ્રોમો ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

મલયાલમ વેબ સીરિઝ (જિયોહોટસ્ટાર, 15 ઓક્ટોબર): એક મલયાલમ વેબ સીરિઝ પણ 15 ઓક્ટોબરથી જિયોહોટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે. આ સીરિઝ તમિલ, તેલુગુ, હિન્દી અને કન્નડ ભાષામાં પણ ઉપલબ્ધ રહેશે, જેથી અલગ-અલગ ભાષાના દર્શકો તેનો આનંદ માણી શકશે.

‘મોટુ પતલુ સ્ટોન એજ એન્ડવેન્ચર’ (જિયોહોટસ્ટાર, 12 ઓક્ટોબર): બાળકો માટે એનિમેટેડ સીરિઝ ‘મોટુ પતલુ સ્ટોન એજ એન્ડવેન્ચર’ 12 ઓક્ટોબરથી રિલીઝ થઈ રહી છે. આ સીરિઝ બાળકો સાથે બેસીને જોઈ શકાય છે. બાળકો આ સીરિઝ જોવા માટે ખૂબ ઉત્સાહિત છે.

સ્ટીવન સ્પીલબર્ગની સાયન્સ-ફિક્શન ફિલ્મ (જિયોહોટસ્ટાર, 12 ઓક્ટોબર): જાણીતા દિગ્દર્શક સ્ટીવન સ્પીલબર્ગની એક સાયન્સ-ફિક્શન ફિલ્મ પણ આ અઠવાડિયે ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ 12 ઓક્ટોબરથી જિયોહોટસ્ટાર પર હિન્દી અને અંગ્રેજીમાં જોઈ શકાશે. ફિલ્મની સ્ટાર કાસ્ટમાં એમિલી બ્લન્ટ, જોશ ઓ’કોનર, કોલિન ફર્થ અને ઇવ હ્યુસનનો સમાવેશ થાય છે.