સત્ય. સાહસ. સંકલ્પ.

આધાર કાર્ડ ખોવાય કે બગડે તો ચિંતા નહીં: UIDAI પાસેથી ₹75માં મંગાવો PVC આધાર

આધાર કાર્ડ ખોવાય કે બગડે તો ચિંતા નહીં: UIDAI પાસેથી ₹75માં મંગાવો PVC આધાર

આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તે ખોવાઈ જાય અથવા બગડી જાય તો ઘણા જરૂરી કામ અટકી શકે છે. આથી ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તા (UIDAI) લોકોને ઓનલાઈન PVC આધાર કાર્ડ ઓર્ડર કરવાની સુવિધા આપે છે.

UIDAIની સત્તાવાર વેબસાઈટ પર માત્ર 75 રૂપિયાની ફી ચૂકવીને PVC આધાર કાર્ડ ઓર્ડર કરી શકાય છે. PVC કાર્ડ એટલે પોલિવિનાઇલ ક્લોરાઇડથી બનેલું પ્લાસ્ટિક કાર્ડ, જેના પર આધાર કાર્ડની માહિતી છપાયેલી હોય છે. આ કાર્ડ ATM કે ડેબિટ કાર્ડની જેમ વોલેટમાં સરળતાથી રાખી શકાય છે અને તે જલ્દી બગડતું નથી.

ઓફલાઈન પણ નવું આધાર કાર્ડ બનાવી શકાય છે. તે માટે નજીકના આધાર કેન્દ્ર પર જઈને અરજી કરી શકાય છે.

હાલમાં આધાર કાર્ડ ત્રણ ફોર્મેટમાં ઉપલબ્ધ છે – આધાર લેટર, ઈ-આધાર અને PVC કાર્ડ. UIDAIના જણાવ્યા અનુસાર, બજારમાંથી બનાવવામાં આવતા PVC કાર્ડ માન્ય નથી. UIDAI દ્વારા આ સુવિધા ઓક્ટોબર મહિનામાં શરૂ કરવામાં આવી હતી. આમ, આધાર કાર્ડ ખોવાઈ જાય કે બગડી જાય, તો ઘેર બેઠા ઓનલાઈન અરજી કરીને નવું કાર્ડ મેળવી શકાય છે.