સત્ય. સાહસ. સંકલ્પ.

Oppo Find X10 સિરીઝ લોન્ચ: વિશ્વનો પહેલો ત્રણ 200MP કેમેરાવાળો સ્માર્ટફોન, કિંમત 71,000થી શરૂ

Oppo Find X10 સિરીઝ લોન્ચ: વિશ્વનો પહેલો ત્રણ 200MP કેમેરાવાળો સ્માર્ટફોન, કિંમત 71,000થી શરૂ

સ્માર્ટફોન નિર્માતા કંપની Oppo એ તેની નવી ફ્લેગશિપ 'Oppo Find X10' સિરીઝ લોન્ચ કરી છે. આ સિરીઝમાં વિશ્વનો પહેલો એવો સ્માર્ટફોન રજૂ કરવામાં આવ્યો છે જેમાં પાછળની તરફ ત્રણ 200MP કેમેરા આપવામાં આવ્યા છે. ફોટોગ્રાફીના શોખીનો માટે આ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.

આ સિરીઝ હેઠળ કંપનીએ ત્રણ મોડેલ રજૂ કર્યા છે: Oppo Find X10, Oppo Find X10 E અને ટોપ-એન્ડ Oppo Find X10 Pro Max. આ ફોન માત્ર કેમેરામાં જ નહીં, પરંતુ પ્રોસેસિંગ પાવરમાં પણ આગળ છે. Find X10 Pro Max માં લેટેસ્ટ MediaTek Dimensity 9600 Pro ચિપસેટ આપવામાં આવ્યો છે, જ્યારે સ્ટાન્ડર્ડ Find X10 મોડેલ MediaTek Dimensity 9600M SoC પર ચાલે છે.

કિંમત અને વેરિઅન્ટ્સ

Oppo Find X10: 12GB RAM + 256GB સ્ટોરેજની કિંમત CNY 5,499 (આશરે રૂ. 78,000), 12GB + 512GBની કિંમત CNY 5,999 (આશરે રૂ. 86,000), 16GB + 512GBની કિંમત CNY 6,499 (આશરે રૂ. 93,000) અને 16GB + 1TBની કિંમત CNY 7,499 (આશરે રૂ. 1,07,000) છે.

Oppo Find X10 E: 12GB + 256GBની કિંમત CNY 4,999 (આશરે રૂ. 71,000) અને 16GB + 512GBની કિંમત CNY 5,499 (આશરે રૂ. 78,000) છે.

Oppo Find X10 Pro Max: 12GB + 256GBની કિંમત CNY 6,799 (આશરે રૂ. 97,000), 12GB + 512GBની કિંમત CNY 7,499 (આશરે રૂ. 1,07,000), 16GB + 512GBની કિંમત CNY 7,999 (આશરે રૂ. 1,14,000) અને 16GB + 1TBની કિંમત CNY 8,999 (આશરે રૂ. 1,28,000) નક્કી કરવામાં આવી છે.

ઉપલબ્ધતા અને કલર

આ તમામ સ્માર્ટફોન આગામી 24 સપ્ટેમ્બરથી ચીનમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. Find X10 લાઇટ ટાઇટેનિયમ, આઇસ બ્લુ અને કિંગચેંગ કલરમાં મળશે. Find X10 E લાઇટ ટાઇટેનિયમ અને આઇસ બ્લુમાં, જ્યારે Find X10 Pro Max લાઇટ ટાઇટેનિયમ, મૂન વ્હાઇટ અને વોર્મ ઓરેન્જ કલરમાં ઉપલબ્ધ થશે.

Oppo Find X10 Pro Max ના સ્પેસિફિકેશન્સ

ડિસ્પ્લે: 6.78-ઇંચ ફુલ-એચડી+ (1272 x 2772 પિક્સેલ્સ) AMOLED ડિસ્પ્લે, 144Hz રિફ્રેશ રેટ, 2000 nits પીક બ્રાઇટનેસ, 95.5% સ્ક્રીન-ટુ-બોડી રેશિયો, 288Hz ટચ સેમ્પલિંગ રેટ. IP66 + IP68 + IP69 રેટિંગ.

પ્રોસેસર અને ઓએસ: 2nm ઓક્ટા-કોર MediaTek Dimensity 9600 Pro ચિપસેટ (4.55GHz), ARM Mali G2 Ultra GPU, 16GB સુધી LPDDR5x RAM, 1TB સુધી UFS 4.1 સ્ટોરેજ. Android 17 પર આધારિત ColorOS 17.

કેમેરા: Hasselblad-ટ્યુન્ડ ટ્રિપલ રીઅર કેમેરા – 200MP (f/1.5) મુખ્ય કેમેરો OIS સાથે, 200MP અલ્ટ્રાવાઇડ, 200MP ટેલિફોટો (3x ઓપ્ટિકલ ઝૂમ). 50MP ફ્રન્ટ કેમેરો.

બેટરી અને કનેક્ટિવિટી: 8000mAh બેટરી, 80W વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગ. 5G, 4G LTE, Wi-Fi 7, બ્લૂટૂથ, USB ટાઇપ-C, BeiDou, GPS, GLONASS, Galileo, QZSS, NavIC. ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર.

Oppo Find X10 ના સ્પેસિફિકેશન્સ

ડિસ્પ્લે: 6.59-ઇંચ ફુલ-એચડી+ (1272 x 2768 પિક્સેલ્સ) AMOLED, 144Hz રિફ્રેશ રેટ, 2000 nits પીક બ્રાઇટનેસ, 288Hz ટચ સેમ્પલિંગ રેટ.

પ્રોસેસર: MediaTek Dimensity 9600M (4.21GHz પીક), ARM Mali-Drag MC12 GPU.

કેમેરા: 200MP (f/1.6) OIS મુખ્ય સેન્સર, 50MP (f/2.0) અલ્ટ્રાવાઇડ, 200MP (f/2.6) ટેલિફોટો (2.8x ઓપ્ટિકલ અને 120x ડિજિટલ ઝૂમ).