કેન્દ્ર સરકારે ડ્રગ્સના ગેરકાયદે નેટવર્ક સામે 'ઓપરેશન ટ્રાઇડન્ટ' હેઠળ મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ માહિતી આપી હતી. આ ઓપરેશન અંતર્ગત આસામ, મિઝોરમ અને મણિપુરમાં કુલ 38 સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.
આ કાર્યવાહીમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો છે, જે ભારત, મ્યાનમાર અને બાંગ્લાદેશ સરહદે સક્રિય હતું. દરોડા દરમિયાન ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા ₹100 કરોડના હવાલા વ્યવહારો સામે આવ્યા છે. આ ઉપરાંત, 1,424 બેંક ખાતાં ફ્રીઝ કરવામાં આવ્યાં છે અને ₹17 કરોડ 82 લાખની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
કાર્યવાહીમાં રોકડા ₹12 લાખ અને 500 ડિટોનેટર પણ જપ્ત કરાયા છે. ઓપરેશન ટ્રાઇડન્ટ હેઠળ કુલ 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સફળતા બાદ ગૃહપ્રધાન અમિત શાહે 2029 સુધીમાં ભારતને સંપૂર્ણપણે ડ્રગ્સમુક્ત બનાવવાનો દાવો વ્યક્ત કર્યો છે.