સત્ય. સાહસ. સંકલ્પ.

ChatGPT સામે કેસ: સ્કૂલ ગોળીબાર પહેલાં ધમકીની જાણ કેમ ન થઈ?

ChatGPT સામે કેસ: સ્કૂલ ગોળીબાર પહેલાં ધમકીની જાણ કેમ ન થઈ?

બ્રિટિશ કોલંબિયાના ટમ્બલર રિજ વિસ્તારની એક સ્કૂલમાં ગોળીબાર કરનાર હુમલાખોરે અગાઉ ChatGPT પર જાનલેવા ધમકીઓ આપી હતી. પરંતુ કંપની OpenAIએ આ અંગે પોલીસને જાણ કરી નહોતી. આ આરોપ સાથે સોમવારે (21 સપ્ટેમ્બર) સાન ફ્રાન્સિસ્કોની ફેડરલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

કેસમાં OpenAI અને તેના CEO સેમ ઓલ્ટમેનને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે કંપની હિંસાની ધમકી ધરાવતી ચેટ્સને ઓળખે અને તેના પર કાર્યવાહી કરવાની પોતાની પ્રક્રિયામાં સુધારો કરે.

આ મામલે બ્રિટિશ કોલંબિયા સરકાર OpenAI પાસેથી નાણાંની માંગ કરી રહી છે. આ રકમ ઇમરજન્સી સેવાઓ અને વિસ્તારના પુનઃસ્થાપન માટે થયેલા તથા ભવિષ્યમાં થનારા ખર્ચ માટે વાપરવામાં આવશે.

ધ્યાનમાં રહે કે, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં બ્રિટિશ કોલંબિયામાં સ્કૂલ અને ઘર પર થયેલા ગોળીબારમાં 10 લોકોનાં મોત થયાં હતાં અને 25થી વધુ લોકો ઘાયલ થયા હતા. ટમ્બલર રિજ સેકન્ડરી સ્કૂલમાં થયેલા ગોળીબારમાં 8 લોકોના મોત થયા હતા, જેમાં શંકાસ્પદનો પણ સમાવેશ થાય છે. બીજા બે લોકો નજીકના એક ઘરમાં મૃત હાલતમાં મળ્યા હતા.