OnePlusએ ચીનમાં પોતાની નવી ગેમિંગ સ્માર્ટફોન સિરીઝ OnePlus Ace 7 લોન્ચ કરી છે. આ સિરીઝમાં બે ફોન છે — OnePlus Ace 7 અને OnePlus Ace 7 Pro. બંને ફોનમાં 9000mAhની બેટરી અને 16GB સુધીની રેમ આપવામાં આવી છે.
OnePlus Ace 7 ચાર વેરિઅન્ટમાં મળશે — 12GB રેમ + 256GB સ્ટોરેજ, 16GB રેમ + 256GB, 12GB રેમ + 512GB અને 16GB રેમ + 512GB. તેની શરૂઆતની કિંમત CNY 4399 એટલે કે લગભગ ₹63,000 છે.
OnePlus Ace 7 Pro પાંચ વેરિઅન્ટમાં લોન્ચ થયો છે — 12GB રેમ + 256GB, 16GB રેમ + 256GB, 12GB રેમ + 512GB, 16GB રેમ + 512GB અને 16GB રેમ + 1TB. તેની શરૂઆતની કિંમત CNY 4799 એટલે કે લગભગ ₹69,000 છે.
બંને ફોન 3 નવેમ્બરથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. OnePlus Ace 7 Midnight Black, Streamer White અને Quenched કલરમાં મળશે, જ્યારે Ace 7 Pro Flowing White, Midnight Black અને Windbreaker કલરમાં મળશે.
બંને ફોન Android 17 પર આધારિત ColorOS 17 સાથે આવે છે. તેમાં 6.78 ઇંચની 1.5K રિઝોલ્યુશનવાળી AMOLED ડિસ્પ્લે છે, જે 185Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. ડિસ્પ્લેની પીક બ્રાઇટનેસ 2000 નિટ્સ સુધીની છે. બંને ફોન IP66, IP68, IP69 અને IP69K રેટિંગ સાથે પાણી અને ધૂળ સામે પ્રતિકારક છે.
OnePlus Ace 7 Proમાં Qualcomm Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ છે, જ્યારે Ace 7માં Snapdragon 8 Elite Gen 5V ચિપસેટ આપવામાં આવ્યો છે. બંને ફોનમાં ગ્લેસિયર એર કૂલિંગ સિસ્ટમ આપવામાં આવી છે, જે ગેમિંગ દરમિયાન ફોન ગરમ થતો અટકાવે છે.
કેમેરાની વાત કરીએ તો બંને ફોનમાં પાછળ ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. OnePlus Ace 7માં 200MPનો મુખ્ય કેમેરા અને 8MPનો અલ્ટ્રા-વાઇડ કેમેરા છે, જે 20x ડિજિટલ ઝૂમ સપોર્ટ કરે છે. Ace 7 Proમાં પણ 200MPનો મુખ્ય કેમેરા છે, સાથે 50MPનો ટેલિફોટો કેમેરા છે જે 120x ડિજિટલ ઝૂમ સપોર્ટ કરે છે. બંને ફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 16MPનો ફ્રન્ટ કેમેરા છે.
બંને ફોનમાં 9000mAhની બેટરી છે અને 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ છે. કનેક્ટિવિટી માટે 5G, 4G LTE, Wi-Fi 7, Bluetooth 5.4, GPS, BeiDou, GLONASS અને Galileo જેવી સુવિધાઓ છે. સુરક્ષા માટે બંને ફોનમાં ઇન-ડિસ્પ્લે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યો છે.
ભારતમાં આ સિરીઝ OnePlus 16R નામે રજૂ થઈ શકે છે, પરંતુ કંપનીએ આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.