સત્ય. સાહસ. સંકલ્પ.

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પત્રકાર નિધિ રાઝદાન સાથે નિકાહ કર્યા

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પત્રકાર નિધિ રાઝદાન સાથે નિકાહ કર્યા

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વરિષ્ઠ પત્રકાર નિધિ રાઝદાન સાથે નિકાહ કર્યા છે. શનિવારે તેમણે સોશિયલ મીડિયા પર બંનેની બે તસવીરો શેર કરીને લખ્યું, 'કાલથી એક નવી જર્ની શરૂ થઈ, નિધિ.' પોસ્ટ સાથે તેમણે રિંગનો ઇમોજી પણ ઉમેર્યો છે.

નિધિ રાઝદાને પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, 'ઇટ્સ ડન બ્રો.' આ પોસ્ટ બાદ બંનેના લગ્ન અને સગાઈ અંગે ચર્ચા શરૂ થઈ છે.

ઉલ્લેખનીય છે કે, 31 જુલાઈ 2026ના રોજ સુપ્રીમ કોર્ટે ઓમર અબ્દુલ્લા અને તેમના પત્ની પાયલ અબ્દુલ્લાના છૂટાછેડાને મંજૂરી આપી હતી. બંને પક્ષોએ પરસ્પર સંમતિથી અલગ થવા અને તમામ વિવાદોનું નિરાકરણ કરવા સંમતિ દર્શાવી હતી. તેમજ એકબીજા સામેના કેસ પાછા ખેંચવા પણ સહમત થયા હતા.

ઓમર અને પાયલના નિકાહ 32 વર્ષ પહેલાં થયા હતા. તેઓ 2011થી અલગ રહેતા હતા. ઓમરે દિલ્હી હાઈકોર્ટના નિકાહ રદ કરવાના ઇનકાર સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

આ પ્રસંગે યાદ રહે કે, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે 2015માં ટીવી પત્રકાર અમૃતા રાય સાથે ચેન્નઈમાં હિન્દુ રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. દિગ્વિજયની પહેલી પત્ની આશા સિંહનું 2013માં કેન્સરને કારણે અવસાન થયું હતું.