સત્ય. સાહસ. સંકલ્પ.

ઓક્ટોબરમાં પણ ગરમી શા માટે? અલ નિનો અને અસામાન્ય હવામાનની પાછળનું વિજ્ઞાન સમજો

ઓક્ટોબરમાં પણ ગરમી શા માટે? અલ નિનો અને અસામાન્ય હવામાનની પાછળનું વિજ્ઞાન સમજો

સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં ગરમી ઓછી થવા લાગે છે અને ઠંડીનો ચમકારો શરૂ થઈ જાય છે. પરંતુ આ વર્ષનો મિજાજ કંઈક અલગ જોવા મળી રહ્યો છે. હજુ પણ અનેક ઘરોમાં એસી ચાલી રહ્યા છે, લોકો ઠંડુ પાણી પી રહ્યા છે. એવું લાગે છે કે ગરમી આ વર્ષે વિદાય લેવાના મૂડમાં નથી. ચોમાસાએ સપ્ટેમ્બરથી વિદાય લઈ લીધી છે, પરંતુ ચોમાસા પછી શિયાળો શરૂ થવાને બદલે ફરી ઉનાળાએ દસ્તક દીધી હોય તેવું વાતાવરણ છે. ત્યારે લોકોના મનમાં એક જ સવાલ છે: આખરે આવું કેમ થઈ રહ્યું છે?

હાલ ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે અને સામાન્ય રીતે ઓક્ટોબર આવતા સુધીમાં ગરમી પણ ઓછી થઈ જાય છે અને ઠંડી અનુભવાય છે. પરંતુ આ વર્ષે ઓક્ટોબરમાં વધુ ગરમી અનુભવાઈ રહી છે. ગરમીથી ત્રાસેલા લોકોને પ્રશ્ન થાય છે કે આ ગરમી જવાનું નામ કેમ નથી લઈ રહી. તેનો જવાબ છે ‘અલ નિનો ઇફેક્ટ’. અલ નિનો સમુદ્રને ગરમ કરી રહ્યો છે અને ધરતી પરનું તાપમાન વધારી રહ્યો છે. આ પરિપ્રેક્ષ્યમાં ભારત માટે કેટલી ચેતવણીની સ્થિતિ છે તે સમજવી જરૂરી છે.

ઓછું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઋતુઓની એક પ્રણાલી છે જે સામાન્ય રીતે ભૂમધ્ય સાગરીય વિસ્તારોમાં બને છે. તે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ઠંડક અને વરસાદ લાવી શકે છે. જ્યારે ઓક્ટોબરની શરૂઆતમાં તેની ગતિવિધિ નબળી પડે છે તો વાદળ, વરસાદ અને ઠંડી હવાથી તાપમાન ઓછું થવાની પ્રક્રિયા પણ ધીમી પડી જાય છે. ખાસ કરીને શહેરીકરણને કારણે શહેરોમાં આ સ્થિતિ વધુ અનુભવાય છે. ઊંચી કોંક્રીટની ઇમારતો, સડકો અને પાક્કી છતો સૂરજની ગરમી શોષી લે છે અને સૂરજ ડૂબ્યા પછી ધીમે ધીમે તેને છોડે છે.

સપ્ટેમ્બરમાં વરસાદ ન પડવાથી ભેજ ગરમીનું સ્વરૂપ લઈ લીધું: દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ઓક્ટોબરની શરૂઆતમાં તાપમાન થોડું ઘટ્યું હતું અને એવું લાગી રહ્યું હતું કે શિયાળો દસ્તક દેવાની તૈયારીમાં છે. પરંતુ મોસમે મિજાજ બદલ્યો અને બફારો જોવા મળી રહ્યો છે. તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જઈ રહ્યું છે, જેના કારણે ગરમી ખૂબ મહેસૂસ થાય છે. આ સામાન્યથી વધુ તાપમાન છે. તેનું કારણ સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં ઉત્તર ભારતના મોટા હિસ્સામાં વરસાદ ન પડવાનું છે. આસમાન ચોખ્ખું રહ્યું અને ભેજનું પ્રમાણ વધી ગયું, જેની અસર હવે ગરમી સ્વરૂપે દેખાઈ રહી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ભેજને કારણે ઓક્ટોબરની ગરમી વધી છે. દર વર્ષે ઓક્ટોબરમાં ગરમી થોડી ઓછી રહે છે, પરંતુ આ વખતે ચોમાસાએ વહેલી વિદાય લેતાં ઓક્ટોબરમાં તાપમાન વધ્યું છે.

ઓક્ટોબરમાં ગરમી પડવાનું કારણ આખરે શું? સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં શરૂઆતમાં થોડી ગરમી રહે છે અને આ વર્ષે ચોમાસાએ વહેલી વિદાય લેવાને કારણે આ ગરમી થોડી વધુ છે. ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન સ્વાસ્થ્ય અંગે પણ ખાસ સાવચેતી રાખવાની જરૂર રહે છે. તેનું કારણ આ મહિનામાં ડબલ ઋતુ અનુભવાય છે. દિવસે તડકો વધુ રહે છે અને ગરમી વધી જાય છે, જ્યારે રાત્રે અચાનક તાપમાન નીચું જાય છે. આવી સ્થિતિમાં બીમાર પડવાનું જોખમ પણ વધી જાય છે.

ચાલુ વર્ષ 2026માં છેલ્લા 10 વર્ષનો સૌથી ઓછો વરસાદ: હાલ ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે, છતાં પ્રશાંત મહાસાગરમાં ભેજ બનવાનું શરૂ છે. તે ગરમ થઈ રહ્યો છે અને તેની કિંમત ભારતને પણ ચૂકવવી પડી શકે છે. આ વર્ષનું ચોમાસું છેલ્લા 10 વર્ષની સરખામણીએ સૌથી સૂકું ચોમાસું રહ્યું છે. વરસાદ સામાન્યથી 12.6% ઓછો પડ્યો છે. પરંતુ આ તમામ ઉથલપાથલ પાછળ જે શક્તિ રહેલી છે તે વધુ મજબૂત થઈ રહી છે. ભારતથી હજારો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરનો એક વિશાળ હિસ્સો અસામાન્ય રીતે ગરમ થઈ રહ્યો છે, જેને અલ નિનો કહેવાય છે. સપ્ટેમ્બર મધ્ય સુધીમાં પ્રશાંત મહાસાગરના મુખ્ય વિસ્તારનું તાપમાન, જેનાથી અલ નિનોની તાકાત માપી શકાય છે, તે સામાન્યથી 3 ડિગ્રી વધુ પહોંચી ગયું છે. અમેરિકાના નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર 75% સુધી આશંકા છે કે વર્ષના અંત સુધીમાં આ અલ નિનો એટલો શક્તિશાળી થઈ જશે જેટલો 1950થી અત્યાર સુધીમાં કોઈ અલ નિનો નથી થયો.

ફેબ્રુઆરી 2027 સુધી રહેશે અલ નિનોની અસર: ઓક્ટોબર સુધીમાં આ અલ નિનો 1982 બાદ આવેલા દરેક મોટા અલ નિનોથી આગળ નીકળી ગયો છે. ભારતને તેની અસરનો અંદાજ લગાવવા માટે રાહ જોવાની જરૂર નથી. ભારતમાં નોંધાયેલા 18 અલ નિનો વર્ષોમાંથી 13 વર્ષમાં ચોમાસાનો વરસાદ સામાન્યથી ઓછો પડ્યો છે. આ વર્ષે પણ ભારતના 38% હિસ્સામાં ઓછો વરસાદ પડ્યો છે.