સત્ય. સાહસ. સંકલ્પ.

Nvidia CEO જેન્સન હુઆંગની રાજીનામાની ચર્ચા: ચીની જાસૂસી અને કથિત સંબંધોના આરોપો વચ્ચે કંપનીને ભારે નુકસાન

Nvidia CEO જેન્સન હુઆંગની રાજીનામાની ચર્ચા: ચીની જાસૂસી અને કથિત સંબંધોના આરોપો વચ્ચે કંપનીને ભારે નુકસાન

ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વની સૌથી મોટી ચિપ કંપની Nvidiaના CEO જેન્સન હુઆંગે 33 વર્ષ પછી પદ પરથી રાજીનામું આપ્યું છે. કંપનીએ સત્તાવાર કારણ જાહેર કર્યું નથી, પરંતુ ચીની જાસૂસી, કથિત પ્રેમસંબંધો અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ સામે આવ્યા બાદ આ પગલું લેવાયું હોવાનું મનાય છે. આ ઘટનાક્રમમાં Nvidiaને $300 બિલિયનથી વધુનું નુકસાન થયું છે અને કંપનીનું બજાર મૂલ્ય $4.5 ટ્રિલિયનથી નીચે આવ્યું છે. હવે જેન્સન હુઆંગને યુએસ કોંગ્રેસ સમક્ષ જુબાની આપવાની હોવાનું જાણવા મળે છે.

જેન્સન હુઆંગનો જન્મ 1963માં તાઈપેઈમાં થયો હતો. તેમનું મૂળ નામ 'જેન-હસુન' હતું. અમેરિકા જતાં પહેલાં તેઓ થાઈલેન્ડમાં મોટા થયા હતા. ઉચ્ચારણમાં સરળતા માટે તેમણે પોતાનું નામ બદલીને 'જેન્સન' રાખ્યું હતું. બાળપણમાં તેમને અને તેમના ભાઈને એક એવી બોર્ડિંગ સ્કૂલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તમાકુ પકવતા ખેડૂતોનાં બાળકો ભણતાં હતાં. હુઆંગનું અંગ્રેજી નબળું હોવાથી તેમને ભાષામાં ઘણી તકલીફ પડતી. મોટા વિદ્યાર્થીઓ તેમને દબાવતા અને મારતા, તથા ટોઇલેટ સાફ કરવાનું કામ પણ કરાવતા. એક ઇન્ટરવ્યુમાં જેન્સને જણાવ્યું હતું કે, 'અમે ખૂબ મહેનત કરી, સખત અભ્યાસ કર્યો. એ સ્કૂલના બાળકો સાથે ભણવું ખરેખર અઘરું હતું, પણ હું ત્યાં હતો એ સમય આનંદદાયક પણ હતો.'

કિશોરાવસ્થામાં જેન્સન પોર્ટલેન્ડ નજીકની હાઈસ્કૂલમાં કમ્પ્યુટર ક્લબમાં જોડાયા. ત્યારબાદ તેમણે ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો, જ્યાં તેમની મુલાકાત લોરી સાથે થઈ અને બાદમાં તેમણે લગ્ન કરી લીધાં. 20 વર્ષની ઉંમરે સ્નાતક થયા બાદ તેમણે AMD અને LSI લોજિક જેવી કંપનીઓમાં ચિપ ડિઝાઇન કરવાનું શરૂ કર્યું.

વર્ષ 1993માં જેન્સને સિલિકોન વેલીની એક રેસ્ટોરન્ટમાં બેસીને બે મિત્રો સાથે મળીને $40,000ના બજેટમાં Nvidiaની સ્થાપના કરી. તેમનો હેતુ એવી જટિલ સમસ્યાઓ ઉકેલવાનો હતો જે સામાન્ય કમ્પ્યુટર્સ ઉકેલી શકે નહીં. તેમણે 3D ગ્રાફિક્સ હેન્ડલ કરવા માટે શક્તિશાળી ચિપ્સ બનાવી, જેને દુનિયા ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ એટલે કે GPU તરીકે ઓળખે છે. વર્ષ 1999માં Nvidiaએ પહેલું GPU બનાવ્યું. શરૂઆતમાં વીડિયો ગેમ્સ માટે બનેલી આ ચિપ્સ ભવિષ્યમાં જનરેટિવ AI, ChatGPT અને ક્લાઉડ ટેકનોલોજી માટે આદર્શ સાબિત થઈ.

આજે Nvidiaની ચિપ્સની માંગ તેના પુરવઠા કરતાં ઘણી વધારે છે. કંપની 70 ટકાથી વધુના નફાના માર્જિન સાથે બિઝનેસ કરે છે. અન્ય કંપનીઓ પણ AI ચિપ્સ બનાવે છે, છતાં Nvidia આ ટેકનોલોજીમાં સૌથી આગળ છે. કંપની તેના ગ્રાહકોને ફંડ અને ક્રેડિટ સપોર્ટ પણ પૂરો પાડે છે, જેનાથી AI ઉદ્યોગને મોટો ટેકો મળ્યો છે, પરંતુ આના કારણે જોખમ અને સફળતા આંશિક રીતે કંપની સાથે વહેંચાયેલાં રહે છે.

ચાર વર્ષ પહેલાં જેન્સન હુઆંગને બહુ ઓછા લોકો ઓળખતા હતા, પરંતુ પછી તેમણે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી. જોકે, હાલના આરોપો અને રાજીનામાએ તેમની કારકિર્દી પર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. કંપનીએ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.